________________
કાયદા અંગેનું બેડુંક
૨૫૯ મિ. પિકવિક “ડેડસન એન્ડ ફેગિનું નામ સાંભળીને જ સળગી ઊઠયા. તેમણે બૂમ પાડીને કહ્યું, “જે કંઈ કામ હોય, તે માટે મારા એટન મિત્ર પર્કરને ગ્રેઝ-ઈન મુકામે મળે. વેઈટર, આ સંગ્રહસ્થને બારણું બતાવ.”
પણ જેકસન તો ઊલટે પોતાનો ટોપો નીચે મૂકી, પોતાના ખિસ્સામાંથી પેલા કાગળ કાઢવા મંડી ગયો. પછી જરા હસતાં હસતાં તેણે કહ્યું, “આવી કાયદાની બાબતમાં સાવચેતી ખાતર જાતે કાગળ પહોંચાડવાનો શિરસ્તો છે. બીજું કાંઈ નથી. બોલે, તો આ બેઠેલાએમાં મિ. સ્તંડગ્રાસ કોણ છે ?”
આ પ્રશ્ન પૂછાતાં જ મિત્ર સ્તોડગ્રાસ એવા ચોંકી ઊઠયા કે, વધુ પૂછપરછની જરૂર જ ન રહી. મિ. જેકસને એક કાગળ તેમના તરફ ધકેલ્યો અને તેના ઉપર શિલિગ મૂકી દીધો : બાડેલ એન્ડ પિકવિકના મુકદ્મામાં સાક્ષી તરીકે હાજર રહેવાનો આ તમારો “સબપેન’ અને આ તમારું ભથ્થુ. મુકદ્દમે ચૌદમી ફેબ્રુઆરીએ ચાલશે એવી અપેક્ષા છે. તમારે ફરિયાદી તરફથી સાક્ષી આપવા આવવાનું છે.”
પછી એ જ પ્રમાણે તેણે મિત્ર ટપમન અને મિત્ર વિકલના હાથમાં સમન્સના કાગળ અને ભથ્થાને શિલિંગ પકડાવી દીધા પછી જેકસને આજુબાજુ જોઈને મિ. પિકવિકને પૂછયું, “મારે તમને જરા તકલીફ આપવાની છે; મિ. સેમ્યુઅલ વેલર કોણ છે ?”
મિ. પિકવિક સેમને મેકલવા વેઈટરને જણાવ્યું.
દરમ્યાન ગુસ્સે થઈ મિત્ર પિકવિકે જેકસનને પૂછયું, “તમારા શેઠે મને મારા મિત્રોની જાબાનીથી જ સજા કરાવવા માગે છે, કેમ ?”
પરંતુ મિ. જેકસને તે એવા સવાલનો જવાબ આપવા પોતે બંધાયેલ નથી એવું જણાવતી ચેષ્ટા કરીને જણાવ્યું, “મને ખબર નથી; હું કહી શકતો નથી.”
તો પછી આ બધા સમન્સ મારા મિત્રો ઉપર શા માટે કાઢવામાં આવ્યા છે ?” મિ. પિકવિકે પૂછયું.