________________
૨૫૮
પિકવિક લખ
થિયેટરમાં અર્ધી-કિંમતે જોવા મળતા ખેલ જુએ છે, અને પછી હલકાં પીઠાંમાં ગૌરવભેર પીધેલ બની મહાલે છે; ટૂંકમાં તે છ મહિના પહેલાં ખતમ થયેલી ફૅશનનું કેન્દ્ર હેાય છે. છેલ્લે રહ્યો મધ્યમ ઉમરને નકલા કરનાર માણસ, જેને મેટું કુટુંબ પેાલવાનું હોય છે, અને તેથી હંમેશ જે કંગાલ જ રહે છે અને પરિણામે વારંવાર પીધેલેા પણ.
આ બધા ખૂણા-ખાંચરાત્મામાં જ અદાલતની જુદી જુદી જાહેર કચેરીઓ આવેલી છે. ત્યાં જ રીટ’* કાઢવામાં આવે છે, ફેંસલા ઉપર સહીઓ થાય છે, ડેક્લેરેશનેા ફાઈલ કરવામાં આવે છે, અને બીજાં પણ નામદાર સરકારની ગુલામ પ્રજાને પીડવાનાં તથા સતાવવાનાં ચાલાકીભર્યા અસંખ્ય કારનામાં થાય છે. એ બધી કુચેરીઆ નીચાં છાપરાંવાળાં અંધારિયાં મકાનમાં આવેલી છે. ત્યાં નર્યાં કાગળેાના થાકડા ઠાંસેલા હાય છે, જેમાંના ઘણાખરા ગયા સૈકાથી ગંધ મારતા પડયા હાય છે.
મિ૰ પિકવિક અને તેમના મિત્રા લંડન પાછા ફર્યા તેના દશ કે પંદર દિવસ બાદ, એક સાંજે, સાડા સાત વાગ્યાના અરસામાં આ ઑફિસમાંની એકમાં ડૅાડસન અને ફૅગને ગુમાસ્તા જંકસન કાગળા ઉપર કાળા ઝાંખા સિક્કા મરાવવા આવ્યા. પહેલાં એક લાંબા દસ્તાવેજ ઉપર સિક્કો મરાબ્યા, અને પછી બીજા ચાર કાગળા ઉપર પણ. પછી તે ત્યાંથી નીકળી મિ- પિકવિકના મુકામે ~~~ · જ્યોર્જ ઍન્ડ વચર ’ હૅટેલે આવ્યેા.
.
મિ॰ પિકવિકે તે દિવસે તેમના ત્રણ મિત્રોને જમવા એલાવ્યા હતા. બધા અંગીઠીની આસપાસ પીણું પીતા બેઠા હતા, તેવામાં આરડા બતાવવા આવેલા વેઇટરની પાછળ પાછળ જ રજા માગવાની પંચાત કર્યાં વિના બેંકસન અંદર પેસી ગયેા. બધા નવાઈ પામી જોઈ રહ્યા એટલે તરત તેણે કહ્યું, “હું ડૅડસન ઍન્ડ ક્રૂણ' તરફથી આવ્યા છું.”
અદાલતી હુકમ.