________________
૨૫૬
પિકવિક કલબ મિ. વર્ડલ અને સેમ તરત જ એ બાકારા તરફ સાવધાનીથી પગલાં ભરતા આગળ વધવા લાગ્યા. ઍલન અને બેબ તો એક બાજુ ઊભા રહી, મંડળીનાં બધાં માણસોને સ્વસ્થ કરવા તેમના શરીરમાંથી થોડું થોડું લોહી કાઢી નાખવું સલાહભર્યું છે કે નહીં, તેની ચર્ચા ચલાવવા લાગ્યો. તે જ ઘડીએ અચાનક મિત્ર પિકવિકનો ચહેરો, માથું, અને ખભા પાણીમાંથી બહાર નીકળતા દેખાયા.
ડી વાર પગ ઉપર ઊભા રહેજે– થોડી જ વાર,” મિત્ર ડગ્રાસ દૂરથી પિકાર કરી ઊઠડ્યા.
હા, હા, જરૂર, મારે ખાતર; હું વિનંતિ કરું છું,” મિત્ર વિકલે ત્રાડ નાખી. જોકે આ બધી સૂચનાઓ અને શિખામણ અનાવશ્યક હતી; કારણ કે, બીજા કોઈને ખાતર નહીં તો પિતાને ખાતર પણ, મિ. પિકવિકે પિતાનું ડોકું પાણીની બહાર જ રાખ્યું હોત.
વાત એમ હતી કે, જ્યાં આગળથી બરફનું ચોસલું તૂટીને નીચે ઊતરી ગયું હતું, તે જગ્યાએ પાણીની ઊંડાઈ પાંચ ફૂટથી વધુ ન હતી. એટલે મિત્ર પિકવિક એક વખત પીઠ ઉપર આડા પડ્યા બાદ તરત પગ ઉપર ઊભા થઈ શક્યા હતા. બાકી તો, એક વખત એમ બરફના પડ નીચે પેઠા પછી, પાણી ઊંડાં હોય તે, બરફ તૂટેલી જગાએ જ પાછું ડેકું કાઢવાની શક્યતા ઓછી ગણાય.
મિ. પિકવિકને બહાર કાઢયા પછી, તેમની આસપાસ મંડળીનાં માણસની જાડી શાલે પસંદ કરી વીંટવામાં આવી, અને શરદી લાગી ન જાય તે માટે મિ. પિકવિકને સેમ સાથે જોરથી દોડતા દોડતા ઘેર પહોંચી જવાની સલાહ આપવામાં આવી. મિ. પિકવિક એ સલાહ બરાબર માની લીધી, અને પિતાની આગળ ઉતાવળે દોડતા સેમની પાછળ તે પણ પગનું પૂરું જોર દાખવવા લાગ્યા.
બીજે દિવસે તો સો આગંતુક મહેમાનો વેરાઈ જવાનાં હતાં. મિ. બેબ સૈયરે મિ. પિકવિકને લંડનમાંનું પોતાનું સરનામું આપ્યું, અને પિતાને ત્યાં પખવાડિયા બાદના ગુરુવારે મુલાકાતે આવવા ખાસ