________________
નવા પ્રેમન્ફણગા
૨૫૫ સેમ તથા જાડિયો જોસફ પણ એક જગા સાફ કરી, તેના ઉપર અદાથી હેટિંગ કરતા હતા. મિ. પિકવિક ખાલી ઊભા ઊભા ટાઢે પૂજતા હતા; એટલે તરતમાં જ ફૂદડીઓ ખાઈ આવેલા અને હજુ હાંફતા મિત્ર વર્ડલને તેમણે પૂછયું, “સ્કેટિંગ એ ખૂબ ગરમી આપનારી કસરત છે, નહિ વારું ?”
હા, હા, તમે પણ આવી જાઓને!” મિત્ર વોર્ડલે તેમને ઉત્સાહ આપતાં કહ્યું.
તમને સૌને હસવાની તક પૂરી પાડવા માટે જરૂર હું આવું; બાકી મને જરાય આવડતું નથી, એ કહી દઉં. નાનપણમાં ગટરે ઉપર થડા લપસ્યા હોઈશું, એ જ.” મિપિકવિકે આગ્રહ કરતી બાનુઓ તરફ જઈને કહ્યું.
પછી તો મિત્ર વોર્ડલ, પાછળ મિ. પિકવિક, તેમની પાછળ સેમ, પછી જાડિયે જોસફ અને છેવટે મિ. સ્નડગ્રાસ, એમ એક પાછળ એક સૌ ફુદરડીઓ ખાવા લાગ્યા, જાણે તેમનું આખું ભવિષ્ય બરફ ઉપર કેટથી લપસવા ઉપર જ અવલંબી રહ્યું ન હોય!
ચારે બાજુ હાસ્ય કલ્લોલનું વાતાવરણ જામી રહ્યું હતું. પણ અધવચ એક જગાએ કશું તડાક તૂટવાનો અવાજ આવ્યો; એક ધબાકો થયે; બાનુઓની ચીસ સંભળાઈ અને મિ. ટપમને મોટી બૂમ પાડી. સીએ થંભીને જોયું તો બરફનું એક મોટું ચોસલું નીચે ઊતરી ગયું હતું અને માત્ર મિ. પિકવિકની હેટ અને હાથનાં મોજાં જ ઉપર તરતાં દેખાતાં હતાં.
દરેકના ચહેરા ઉપર ગમગીની અને ચિંતા છવાઈ ગઈ. પુરુષો ફીકા પડી ગયા, અને બાનુઓ બેભાન બનવા માંડી. મિ. ડગ્રાસ અને મિત્ર વિકલ એકબીજાનો હાથ પકડી પોતાના નેતા જે સ્થળે અંદર અદશ્ય થયા હતા ત્યાં દૂરથી જોઈ રહ્યા; અને મિટપમન જલદી મદદ લઈ આવવા “આગ, આગ, ધાજો, ધાજો !” એવી બૂમો પાડતા, કાઈ ચકલુંય ફરકતું ન હતું તેવી દિશાઓમાં દોડાદોડ કરવા લાગ્યા.