________________
૨૪૯
પિકવિક કલબ ઈચ્છા છે જ. તે આપણે સૌ નવપરિણીત દંપતીનાં દીર્ધાયુષ્ય, અને આરોગ્યની શુભેચ્છામાં આ પ્યાલી પી લઈએ.”
પછી તે મિ. વોર્ડલે મિ. પિકવિક માટે શુભેચ્છામાં ખાલી ભરાવી, મિ. પિકવિકે મિ. વોર્ડલનાં બુટ્ટાં માની શુભેછામાં ભરાવી, મિ. ગ્રાસે મિ. વેલની શુભેચ્છામાં, મિવેલે મિત્ર શ્રાસની શુભેચ્છામાં, કેઈએ મિ. ટપમનની શુભેચ્છામાં અને બીજા મિત્ર વિકલની શુભેચ્છામાં –એમ ઉપરાઉપરી પ્યાલીઓ ભરાવા માંડી અને પિવાવા માંડી.
પછી નૃત્ય-સમારંભ થયો; તેમાં સૌ કોઈએ ઉંમર અને સ્થિતિના ખ્યાલ છોડીને ભાગ લીધો. પછી પીણું, અને વાર્તાઓ તથા પ્રસંગેની અદ્ભુત લહાણુ સાથે એ શુભ પ્રસંગ મોડી રાતે પૂરે થયો.
૩૧ નવા પ્રેમ-ફણગા
આજે દિવસે સવારે ગરમ પાણી લઈને મિ. પિકવિકના કમરામાં દાખલ થયો. તેણે જણાવ્યું કે, સખત ઠંડીથી બધે જ પાણી જાણીને ચોસલું થઈ ગયું છે.
તો તે બહુ સખત ઠંડી પડી કહેવાય” મિ. પિકવિક જણાવ્યું.
“પણ જેઓ બરાબર ઢંકાયેલા –વીંટળાયેલા હોય, તેમને માટે બહુ સરસ આબોહવા છે, સાહેબ, જેમ, સ્કેટિંગ કરવા નીકળેલા પ્રવપ્રદેશવાસી સફેદ રીતે પોતાની જાતને કહ્યું હતું તેમ.”
હું પાએક કલાકમાં પરવારીને નીચે આવીશ.” મિ. પિકવિકે જણાવ્યું.