________________
લગ્ન મિજબાની
૨૪૭
વધુ પસંદ કરીશ – જો અહીં હાજર રહેલી સન્નારીએ મને એ સંમેાધન વાપરવાની પરવાનગી આપે તે
""
*
તરત જ બાનુઓએ તાળીઓના હર્ષનાદ કર્યા. પેલી કાળી આંખાવાળી મિસ આરાખેલા ઍલને કહ્યું કે, મને તે ઊઠીને એ વહાલા મિ॰ પિકવિકને ચુંબન કરી લેવાનું મન થાય છે.' ત્યારે મિ॰ વિંકલે પ્રેમશૌર્યની રીતે જવાબ આપ્યા કે, મિત્ર હાઈ, તમે અવેજી તરીકે મારે ઉપયાગ કરી શકા છે.’ જવાબમાં આરામેલાએ છણકા કરીને કહ્યું, “ધત્!”
હું એમનેા
'
“મારાં વહુાલાં મિત્રા,” મિ॰ પિકવિકે આગળ ચલાવ્યું; “ હું નવ-દંપતીના આરાગ્યની શુભેચ્છાની પ્યાલીને પ્રસ્તાવ રજૂ કરવા માગું છું. મારા જુવાન મિત્ર ટૂલ ફક્કડ અને બહાદુર માણસ છે; અને તેમની નવેાઢા પત્ની પણ માયાળુ અને મનેાહર કરી છે. તેણે પેાતાના પિતાના ઘરમાં વીસ વીસ વર્ષ સુધી જે સુખ અને કલેાલ ભર્યાં કર્યાં છે, તે હવે બીજા ઘરમાં – તેના પેાતાના ઘરમાં – જરૂર ભરી કાઢશે, એવી મને ખાતરી છે. મને તે એવી ઇચ્છા થઈ જાય છે કે, હું તે તેની બહેનેાના પતિ થાય તેટલી ઉંમરના જુવાન થઈ જાઉં, તે અબઘડી તેમ કરવા તૈયાર થાઉં (હર્ષનાદો )! પણ એમ બની શકે તેમ નથી, એટલે તેના પિતા થવા જેટલેા મુદ્દો હાવાનેા સંતેષ માનું છું. એવા બુઢ્ઢા ઠરવામાં એટલી સગવડ છે કે, હું જયારે જાહેર કરું કે હું એ બંનેને બહુ ચાહું છું, સંમાનું છું, તથા વખાણું છું, ત્યારે બીજી કશી ગેરસમજ થવાને સંભવ રહેતા નથી (આનંદદ્ગારા અને ડૂસકાંએ ). કન્યાના પિતા, આપણા ભલા મિત્ર, પણ બહુ ઉમદા માણુસ છે અને તેમનું એળખાણ મને હાવાથી હું મારી જાતને બહુ ભાગ્યશાળા તથા ગૌરવાન્વિત માનું છું (ભારે પાકારા). તે બહુ માયાળુ, સ્વતંત્ર-મિજાજી, ખેલ-દિલ, મહેમાનગત કરી જાણનારા તથા ઉદાર સજ્જન છે. તેમને પેાતાની દીકરીને પેાતાના અંતરની ઇચ્છા મુજબ સુખી જોવાનું ખુશનસીબ પ્રાપ્ત થાય એવી આપણુ સૌની આંતરિક