________________
૨૫૧
નવા પ્રેમ-ફણગા લગભગ; પણ છોકરાને પગ હોવા છતાં બહુ જાડો છે.”
“મેં એક હાથ માટે નામ નેંધાવ્યું છે. બધા પડાપડી કરે છે પણ માથા માટે કોઈ આગળ આવતું નથી. તું લઈ લેને !”
ના; ના; એ શેખ મળે પડી જાય; મહીંથી મગજ કાઢેલું તૈયાર મળે તે વાંધો નહિ; પણ આખું માથું ફેડવું એ ભારે કડાકૂટનું કામ છે.”
બસ, બસ, સદગૃહસ્થ, હવે ચીરફાડની વાત બંધ કરે; બાનુઓ આવતી સંભળાય છે,” મિ. પિકવિકે કહ્યું અને એટલામાં મિ. સ્નડગ્રાસ, મિ. વિકલ અને મિત્ર ટપમનની દોરવણી હેઠળ યુવતીઓ ટપટપ પગલાં માંડતી ત્યાં આવી પડી.
તરત જ પેલી કાળી આંખો અને ફર-પ-બૂટવાળી યુવતી આરાખેલા મિત્ર એલન પાસે જઈને બેલી ઊઠી, “વાહ, ભાઈ તમે આવી પૂગ્યા કંઈ!” એના અવાજમાં ભાઈને જોવાનો આનંદ કરતાં આશ્ચર્યની લાગણું વધારે હતી.
“તને કાલે સવારે ઘેર લઈ જવા આવ્યો છું.” બેન્જામિન (ટૂંક નામ બેન”) બેલ્યા.
મિત્ર વિકલ એ સાંભળી ફીકા પડી ગયા.
“આરાબેલા, તે આ મિ. બેબ સૈયરને જોયા કે નહિ ? તેમને બેલાવ તો ખરી !”
- આરાબેલાએ પોતાનો હાથ બૅબ સૈયર તરફ છટાથી આગળ ધર્યો, જેને તેમણે લાગણીપૂર્વક દબાવ્યો. મિ. વિકલનું હૃદય તે જોઈ અમળાઈ જવા લાગ્યું.
“ભાઈ, તમને મિ. વિકલની ઓળખાણ કરાવી કે નહિ ?” આરાબેલા શરમથી લાલ લાલ થઈ જતાં બેલી.
ના, હજુ સુધી નથી કરાવી, પણ તેમની ઓળખાણ કરતાં મને ઘણે આનંદ થશે, આરાખેલા.” મિ. એલને આરાબેલાના શરમના શેરડા તરફ ઝીણી નજર કરતાં ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો.