________________
૨પર
પિકવિક કલબ મિત્ર વિકલ અને મિ. સેયર હવે આરાબેલાના હરીફ ઉમેદવાર તરીકે ખુલ્લા પડી ગયા હોય તેમ એકબીજા પ્રત્યે આંખોથી ઘુરકિયાં કરવા લાગ્યા.
પાણી સખત જામી ગયું હોવાથી બરફ ઉપર સ્કેટિંગ કરવા જવાનો કાર્યક્રમ ગોઠવાયો.
મિ. ઍલન અને મિત્ર સૈયર તો એ જાહેરાતથી ખુશખુશ થઈ ગયા. મિ. વોર્ડલે વિકલને પૂછયું, “તમે પણ સ્કેટિંગ જાણતા જ હશો.”
“જરૂર; પણ હવે પ્રેક્ટિસ નથી રહી. મિ. વિકલે ગભરાતાં ગભરાતાં જવાબ આપ્યો.
પણ આરાબેલાએ મિવિકલને આગ્રહ કરીને કહ્યું કે, મારે તમને સ્કેટિંગ કરતા જેવા છે. એટલે મિ. વિકલને કબૂલ રાખ્યા વિના છૂટકો ન રહ્યો.
સેમે વચ્ચેને અમુક ભાગ સાફ કર્યો એટલે મિ. બૅબ સૈયરે તે તરત સ્કેટિંગની પિતાની પ્રવીણતા પુરવાર કરવા માંડી. પછી તો તેમની મદદથી અને દબાણથી મિ. વોર્ડલ અને બેન્જામિન ઍલને પણ ઝપાટાબંધ ચકરાવા ખાવા માંડયા.
આ દરમ્યાન મિત્ર વિકલ પગે સ્કેટને આડી અવળી ગમે તેમ ચડાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. છેવટે સેમ તેમની મદદે આવ્યો અને તેમને પગે ફેટો તાણી બાંધી. પછી સેમે મિ. વિકલને ઊભા કર્યા અને વચ્ચે ધસી જઈ પિતાનું ખમીર બતાવી આપવા હાકલ કરી. પરંતુ મિત્ર વિકલ તે ભયંકર ધ્રૂજતા ધૃજતા સૈમને વળગેલા રહ્યા. “બધું કેવું લપસણું છે, તેમ ” મિત્ર વિકલ બોલી ઊઠ્યા.
બરફ ઉપર નવાઈની વાત ન કહેવાય સાહેબ, પણ હવે તમે જરા ટટાર થઈ ઘૂમવાનું શરૂ કરી દો ને !”