________________
નવા પ્રેમ ફણગા
૨૪૯ “બહુ સારું સાહેબ નીચે બે આડવેર લોકે પણ આવ્યા છે.”
“કાણ બે આવ્યા છે, વારુ ?” “બે આડવેર લેકે.” “આડ-વેર લેક એટલે કોણ?”
“લ સાહેબ, હું તો જાણતો હતો કે, આડવેર એટલે આડકાં વહેરનારા સરજન એમ તો દરેક જણ જાણતું હશે,”સેમે નવાઈ પામી જવાબ આપ્યો.
“ઓહો, બે (હાડ-વહેર) સરજન-ડાકટરે આવ્યા છે, એમ કહે,” મિ. પિકવિક હસતાં હસતાં કહ્યું.
જો કે, સાહેબ આ લેકે પૂરેપૂરા પાકેલા આડવેર લોકો નથી; તેઓ હજુ ઊછરતા છે.”
“હાં, હાં, મેડિકલ વિદ્યાર્થીઓ છે, એમ કહે ને !” સેમ વેલરે હકારમાં ડોકું હલાવ્યું.
“વાહ, એ તો બહુ મજાની વાત એ શાખાના વિદ્યાર્થીઓના નિર્ણય નિરીક્ષણ અને જાત-તપાસથી પરિપકવ થયા હોય છે, તથા તેમના શોખ વાચન અને અભ્યાસથી પરિસંસ્કૃત થયેલા હોય છે.”
“તેઓ તો સાહેબ ધૂમાડિયાની પેઠે સિગારના ગોટેગોટા કાઢે છે.”
હેય, માયાળુ લાગણુઓ અને યુવાનીના જુસ્સાથી તેઓ ઊભરાતા પણ રહે છે; મને મેડિકલ વિદ્યાર્થીઓ બહુ ગમે છે.”
પણ એમાંને એક જણ ટેબલ ઉપર પગ નાખીને બેઠે છે અને બ્રાન્ડી પીધા કરે છે, અને બીજે ઢગલોક ઓયસ્ટર–છીપલાં ઢીંચણ ઉપર લઈને બેઠો છે, તે ખાઈ ખાઈને તેનાં કાટલાં સામે ખૂણુમાં ઊંઘતા જાડિયા ઉપર તાકીને નાખ્યા કરે છે.”
હા, હા; બુદ્ધિવાનો કે મહાપ્રસ્ત લોકોમાં કેટલાક એવા મનસ્વી તરંગડા હેય છે; ઠીક પણ તું હવે જા, હું આવું છું.”