________________
૨૪૫
લગ્ન-મિજબાની “તું કોઈ દિવસ કશું પીએ છે ખરે ?” “મને ખાવાનું વધારે ગમે છે.”
હું તો એમ કહું છું કે, કોઈ દિવસ ગરમ થવા એકાદ ટીપું તું કદી પીએ છે ખરો ? કે પછી તારાં હાડકાં ઉપરની ચરબીની ગોદડીઓ વીંધીને ટાઢ બિચારી અંદર પેસી જ શકતી નથી ?”
કઈક વખત જરા સારું પીવાનું મળે તે હું એકાદ ટીપું પી લઉં ખરે.”
“તો ચાલ્યો આવ, ભલાદમી,” કહીને સેમ કાચ-સ્ટેશન પાસેના પીઠામાં તેને ખેંચી ગયો. ત્યાં જે ઝડપથી એ જાડિયો પાંપણ પણ હલાવ્યા વિના આખો પ્યાલો ગટગટાવી ગયો, તે જોઈ સેમનો તેને વિષે અભિપ્રાય એકદમ સુધરી ગયો.
પછી બંને જણ ગાડામાં બેઠા, એટલે જાડિયે પૂછયું, “તમને હાંકતાં આવડે છે ?”
“કદાચ, થોડું ઘણું.”
“તો બસ આ સામે મોંએ હાં જાઓ, એટલે જરાય ભૂલા પડયા વિના આપણું ઘર આવી જશે.” એટલું કહી લગામ તેમના હાથમાં મૂકી દઈ, જાડિયો તરત એકાદ બિસ્તરા ઉપર માથું ટેકવી ઊંઘવા લાગી ગયો.
મિ. પિકવિક અને મિત્ર હજુ શેરી ઓળંગતા હતા, તેવામાં જ તેમને એક આખા ટોળાએ કરેલો હર્ષનાદ અને સ્વાગત-નાદ સંભળાયો. મિવર્ડલ, પરણનાર વરકન્યા બેલા અને ટ્રેન્ડલ, ઍમિલી તથા બીજી આઠ દશ યુવતીઓ સામે ઊભી હતી. એ બધી યુવતીઓ બીજે દિવસે થનાર લગ્નમાં ભાગ લેવા નોતરાયેલી હતી. અને લગ્ન-સમારંભ તો ખાસ યુવતીઓનાં જ આનંદ અને અગત્યનો પ્રસંગ, એટલે તે બધી અનેરા મહત્વ અને ગૌરવના ઉમંગમાં હતી. એ બધાં નાતાલના તહે