________________
ઍમની અપર મા
૨૪૩ બેટા, ત્યારે અત્યારે ન સમજાતી ઘણી બાબતો સમજાઈ જશે. જોકે, એટલું થોડું શીખવા કેટલી બધી પંચાત વેઠવી પડે છે, એ જાણું મને જરૂર ઓછું આવી જાય છે.”
ઠીક, ત્યારે આવજે, વડીલ.” “ટાર, ટાર, સેમી.”
પણ હું એટલું કહેતે જાઉં કે, જે હું એ હોટેલનો માલિક હોઉં અને સ્ટિગિન બેટો મારે ત્યાં આવે તો –”
શું, શું, બેટા ?” તો એના પીણામાં ઝેર ઓગાળી દઉં.” “હું, સાચું કહે છે ? સાચું કહે છે ?”
“ખરી વાત છે; જે કે હું એકદમ એના ઉપર બહુ આકરા ઉપાય ન અજમાવું; પરથમ પહેલું તો તેને પાણીના પીપમાં બેસીને ઉપરથી ઢાંકણું વાસી દઉં. અને જો મારા એ દયાભાવની તેના ઉપર અસર ન થાય, તો પછી મારે પેલે આકરો ઉપાય અજમાવવો પડે.”
મિ. વેલર પોતાના સપૂત તરફ પ્રશંસાની અને શાબાશીની નજરે જોઈ રહ્યા. પછી તેનો હાથ ઉમળકાથી પોતાના હાથમાં લઈ થોડે દબાવી, તેને વિદાય આપી ઘરમાં પાછા ફર્યા.