________________
ઍમની અપરમા
૨૪૧ “જે. સોમવારે અઢાર પેન્સ ઉછીના લે; પછી મંગળવારે આવીને કહે કે, એક શિલિંગ આપો એટલે અર્થે કાઉન પૂરો થાય. પછી બુધવારે આવી બીજો અર્થો ક્રાઉન માગે, જેથી પાંચ શિલિગ પૂરા થાય. એમ તે ડબલ કરતો ચાલે અને પછી પાંચ પાઉંડની નોટનો હિસાબ કરી નાખે.”
પણ તમે એ લોકોના લાલીન જાકીટના ફંડમાં પૈસા ન ભર્યા, ખરું ?”
ના જ ભરુંને; પરદેશનાં નિમ્મર છોકરાંને ફલાલીનનાં જાકીટ આપવાનો શો અર્થ? અહીંના જ કેટલાકને ગાંડાનું જાકીટ * પહેરાવવાનું હોય તો પૈસા ભરું વળી. જેઓને ખીસારૂમાલ વાપરવાનું ન હોય – કારણ કે ખીસું જ ન હોય – તેવાઓને ખીસારૂમાલ આપવાનેય શે અર્થ ? અરે ગયે રવિવારે હું રસ્તે આવતો હતો તેવામાં મંદિરને બારણે તારી નાની-મા હાથમાં થાળી લઈને ઊભેલી અને પૈસા ઉઘરાવતી હતી. એ પૈસા શાને માટે ઉધરાવતી હશે, બેલ તો દીકરા ?”
મહારાજને ચા-પાણીની પાર્ટી માટે હશે, કદાચ.”
“ના, ના; મહારાજે પાણ-વેરે જ નહિ ભરેલો-ત્રણ ત્રણ હપતાથી – એટલે નળ કપાઈ ગયો. મહારાજે બધાં બૈરાને જણાવી દીધું કે, એ નળ કાપી જનારાનું હૃદય શરમ અને પસ્તાવાથી ઢીલું નહિ બને, તો એની બહુ માઠી વલે થશે. એટલે આ બૈરાં કૂદી પડ્યાં અને મહારાજ આખી જિંદગીને પાણ-વેરો ભરે પણ ન ખૂટે એટલા પૈસા ઉઘરાવી આપ્યા.”
મિ. વેલરે પછી થોડી ક્ષણ થોભીને પાછું આગળ ચલાવ્યું – આ બધા મહારાજેનું બેટ્ટાઓનું દુ:ખ જ એ છે કે, તેઓ જુવાન બૈરીઓનાં મગજ ફટવી નાખે છે. એ બૈરીઓ પછી ઘરની કશી ચિંતા કરતી નથી, અને એ મહારાજેની પાછળ જ ભટક્યા કરે છે. પણ
* હાથ લાંબી બાંયમાં કે અંદર પટ્ટાઓથી બાંધી લેવાય તેવું ગાંડાઓ માટેનું ખાસ જાકીટ. પિ–૧૬