________________
૨૪૦
પિકવિક કલબ માત્ર બેઠા બેઠા ચુંગી ફૂંક્યા કરી; અને ઉપરથી કહ્યું કે, એ નિગ્રો બાળકો તો “હંબગ” છે,” મિસિસ બેલ્યાં.
મિ. સ્ટિમિન્સે તે વખતે ગળામાંથી ખેદસૂચક ઘણું ઊંહકારા કાઢયા. ખૂબ ખાન-પાન ચાલ્યા પછી, મિ. સ્ટિગિન્સને કંઈક અગત્યની મુલાકાત યાદ આવી, એટલે એ ત્યાંથી ઊઠીને સિધાવી ગયા. અને મિસિસ બધું સમેટવા લાગ્યાં.
એટલામાં લંડનનો કાચ બારણ આગળ ઊભો રહ્યો, અને તેમાંથી મિ. વેલર નીચે ઊતર્યા. સેમને જોતાં વેંત તે રાજી થઈને બેલી ઊડ્યા, “વાહ, સેમ તું અહીં ? તારી નાની-મા સાથે તારું અત્યાર સુધી ભલું ગઠવાયું લાગે છે. અત્યાર સુધી તું આ ઘરમાં રહી જ શી રીતે શક્યો, હૈ? મને તો એમ જ થાય છે કે, તું મને રસીદ લખી આપે તો એ બાઈ હું તને જ આપી દઉં.”
“અરે, વડીલ, એ અંદર જ છે, સાંભળી જશે ક્યાંક.”
ચા-પાણું પછી એને નીચે જઈ કલાક-એ-કલાક ઘેરવાની ટેવ છે. એટલે આપણી કશી વાત તે સાંભળવાની નથી.”
આટલું કહી ડેસ બે પ્યાલા અને બે ચૂંગીઓ ભરી લાવ્યા. પછી તેમણે નિરાંતે બેસી વાત કરવા માંડી.
અહીં બીજું કાઈ આવ્યું હતું? ” મિ. વેલર- સીનિયરે ડી વારે પૂછયું.
જુનિયરે ડોકું હલાવી હા પાડી. “લાલ નાક ? સેમે હકારમાં માથું હલાવ્યું.
“બહુ મળતાવડો માણસ છે; હિસાબ-કિતાબ પણ બહુ સારા જાણે છે.”
એ વળી શું?”