________________
સૅમની અપરમા
ર૩૯ મિટ સ્ટિગિસે પણ ગળામાંથી રૂંધામણને અવાજ કાઢવ્યો. “આ સંતપુરુષને ગળામાં શું બાઝયું?સેમે પૂછયું.
“તારા બાપુ જે રીતે વર્તે છે, એ જોઈ તેમને અંતરમાં ઊંડું દુઃખ થાય છે, વળી.” મિસિસે જવાબ આપ્યો.
મિ. સ્ટિગિસે ટોસ્ટનું મોટું બચકું ભરી, ફરી તેમના અંતરના ઊંડા દુઃખને વ્યક્ત કરતે ઊંહકાર કર્યો.
“એ માણસ હંમેશને માટે ઈશ્વરથી તજાઈ ગયો છે,” મિસિસે @ાવ્યું.
અરે, ભગવાનને શાપ તેના ઉપર ઊતર્યો છે,” મિસ્ટિમિન્સ ઉમેર્યું.
પણ અત્યારે બાપુ શા નવા ચાળે ચડ્યા છે, તે તો કહે,”
સેમે કહ્યું.
વાહ, એમનું હૃદય પથ્થરનું બની ગયું છે. આ ભલા સંત પુરુષ રોજ રાતે તેમને ઉપદેશ આપવા આવે છે – અને કલાકો સુધી આવીને બેસે છે – પણ તારા બાપુ ઉપર કંઈ અસર જ થતી નથી.”
“વિચિત્ર વાત કહેવાય; તેમની જગાએ હું હોઉં તે મને તો અસર થયા વિના ન જ રહે.”
વાત એમ છે કે, મારા જુવાન મિત્ર, તેમનું હૃદય તદ્દન ચāડ બની ગયું છે. મારા ભલા મિત્ર, નહીં તો અમારી સોળ સોળ સુંદરમાં સુંદર બહેને એ એટએટલી વિનંતી કર્યા છતાં, વેસ્ટ ઈન્ડિઝનાં નિચો બાળકો માટે ફલાલીનનાં જાકીટ તથા ધાર્મિક હાથરૂમાલ માટેના ફાળામાં એમણે એક દોકડો પણ આપ્યો જ નહિ ને !”
એ ધરમના રૂમાલ વળી કેવા; ફર્નિચરની એ આઈટેમ મેં કદી મારી આંખોએ ભાળી નથી.”
પસંદ કરેલી ધર્મવાર્તામાં જેમ ચિત્રો ઉમેરીએ, તેમ મનોરંજન સાથે શિક્ષણ આપતા હાથ-રૂમાલે,” મિસ્ટિગિન્સ બેલ્યા.
રૂપાળી સ્ત્રીઓ સમજાવવા ગઈ તો પણ મારા બાપુ ન માન્યા, હૈ?” સેમે પૂછયું.