________________
ઍમની અપરમા
ર૩૭ “હું કહું છું તે છેક એવો અર્થ નથી થતા, સેમ !” મિ પિકવિકે જરા હસીને જણાવ્યું.
પણ એ બધું જ ઉમદા હેતુથી અને ભલી લાગણીથી જ હું કરતો; પેલા સગ્રહસ્થ પિતાની પત્નીને પોતાની સાથે રહેતાં દુઃખ થાય છે એમ જોઈ તેનાથી દૂર નાસી જતાં કહ્યું હતું, તેમ.”
માકિસ ઑફ ઍબી” એ રસ્તા ઉપરનું અને મિસિસ વેલરની ભાલકીનું પીઠું કહો તો પીઠું, અને હોટેલ કહો તો હોટેલ – એમ બંને વાનાં ભેગાં હોય તેવું સ્થળ હતું. તે સગવડભર્યું હોવા જેટલું મોટું હતું, અને ચેખું –ટાપટીપભર્યું રાખી શકાય તેટલું નાનું પણ હતું.
સેમે બારણું ઉઘાડયું કે તરત અંદરથી બાઈમાણસનો તીણે અવાજ આવ્યો, “કોણ છે? કેમનું કામ છે, જુવાન ?”
સેમે નજર કરી, તે એ તીણો અવાજ ખાતી-પીતી સુખી અવસ્થાની બાઈના કંઠમાંથી નીકળ્યો હતો. તે બાઈ પોતાની સામે બેઠેલા લાલ નાકવાળા એક લંબૂશની સરભરામાં રોકાયેલી હતી. પેલું લાલ નાક પણ કંઈ તરત ઊઠવાને ઈરાદો ન હોય તે રીતે ગોઠવાયેલું હતું, અને પેલી બાઈ જે કંઈ ખાદ્ય તૈયાર કરી કરીને આપે તે મેંમાં હોમે જતું હતું.
“ગવર્નર અંદર છે?” સેમે પૂછયું.
ના, નથી; અને હાલ તુરત આવે એવો પણ સંભવ નથી.” પેલી હૃષ્ટપુષ્ટ બાઈએ, અર્થાત મિસિસ વેલરે, અર્થાત સેમની અપરમાએ જવાબ આપ્યો.
આજે તેમને કોઈ ગાડી લઈને જવાનો વારો હશે કદાચ ?” સેમે પૂછયું.
હોય કે ન હોય; મારે શી પંચાત ?” એવું છાંછિયું કરી બાઈએ મિ. સ્ટિગિન્સને વધુ ખાવાનું બ્રહ્માર્પણ કરવા વિનંતી કરી.
. પેલા લાલ નાકે તરત જ એ ખાદ્યને બ્રહ્માગ્નિમાં ઝપાટાબંધ હોમવા માંડયું.