________________
૨૩૬
પિકવિક ક્લબ બદલો જરૂર મળશે-મારી એવી શુભેચ્છા છે,” એટલું કહી સેમે વિદાય લાગી. - સેમે મિ. પિકવિકને બધી વાતથી માહિતગાર કર્યા. મિ. પિકવિકે તરત બીજે દિવસે પોતાના વકીલ મિ. ૫ર્કરની મુલાકાત લીધી. | દાવો નીકળવાને હજુ બે-ત્રણ મહિનાની વાર હતી, એટલે તે પિતે હવે કિંગ્લી-ડેલ જવાની તૈયારીમાં પડયા.
૨૯ સૅમની અપર-મા
૦ પિકવિકે અને તેમના મિત્રોએ ડિગ્લી-ડેલ જવા ઊપડવાના નિશ્ચિત કરેલા સમયને બે દિવસની વાર હતી, તે દરમ્યાન એમને પિતાને ઘેર જઈ પોતાની અપરમાને જઈ આવવાનું મન થયું. અને એક વાર મન થયું એટલે તરત જ તેનું મન તેને ડંખવા લાગ્યું કે, આજ દિવસ લગી પોતાની એ ફરજમાંથી એ ચૂકયો શા કારણે.
મિ. પિકવિક પાસે રજા માગતાં તેમણે ઘણી ખુશીથી એ રજા આપી, અને પુત્ર તરીકેનાં પોતાનાં કર્તવ્યો પ્રત્યે તે આટલો સભાન છે, તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો.
મને પહેલેથી જ મા-બાપ પ્રત્યેની ફરજોનું બહુ ઊંડું ભાન છે, સાહેબ,” સેમે જવાબમાં જણાવ્યું; “પહેલેથી, જ્યારે મારે કંઈ ચીજ જોઈતી હોય ત્યારે, હું હંમેશાં મારા બાપ પાસે આદરપૂર્વક તથા સહાનુભૂતિપૂર્વક એ ચીજ માગતો. અને જે તે એ ચીજ આપવાની ના પાડે, તે હું હંમેશાં મારી મેળે લઈ લેતો; જેથી એ ચીજ માટે બીજું કંઈ અપકૃત્ય હું ન કરી બેસું. એમ કરીને હું મારા બાપની ઘણી નાહકની ઊભી થતી ચિંતા ટાળતો, સાહેબ.”