________________
૨૩૪
I પિકવિક કલબ સેમ સમજી ગયો કે પિતાને તે માત્ર ચૂપ જ રહેવાનું છેઃ આ બાઈએ જ બધું તેમની મેળે બેલ્યા કરશે.
“બિચારી કેટલી દુઃખી થાય છે; આવીને દગો દેનારે તારો માલિક, ભાઈ ખરેખર જાનવર હોવો જોઈએ; અને જે તે અહીં આવે તે એ શબ્દો તેને મોઢામોઢ હું સંભળાવવા તૈયાર છું.” એક જણી બોલી.
બિચારીનું આખું જીવન જ રંડાઈ ગયું; ખાવા-પીવા કશામાં બિચારીને આનંદ જ રહ્યો નથી. માત્ર પડોશી વગેરે મળવા આવે ત્યારે તેમને સારું લગાડવા બે કાળિયા મોંમાં મૂકે, એટલું જ.” બીજીએ ઉમેર્યું.
તારા માલિકને પણ શું કહેવું? એક પત્નીનું ખર્ચ તેમને કયાં જરાય અડે તેવું હતું? છતાં તે આમને કેમ પરણી ગયા નહિ ? જવાબ તે આપ !” બીજીએ પૂછયું.
“એ જ મુદ્દાને પ્રશ્ન છે,” સેમે સહેજ સંકરણ કરી આપી.
“હા, હા, મુદ્દાનો પ્રશ્ન જ છે; અને મારા જેવી પૂછવા બેસે તે જવાબ આપતાં પણ તારા માલિકને ભારે પડી જાય. પણ અમે બાઈઓ માટે પણ કાયદે નામની ચીજ છે, હોં કે. પુરુષે કંઈ અમને મન ફાવે તેમ રખડતી ન મૂકી શકે. તારો માલિક પણ છ મહિના વધુ ઘરડો થશે તે પહેલાં તેને એ બાબતને પાઠ બરાબર ભણાવી દઈશું, સમજ્યો ?”
મિસિસ બાડેલ પૈસાની પહોંચ લઈને પાછી આવી ત્યાં સુધીમાં સેમને આ બાઈઓના બોલવા ઉપરથી ખાતરી થઈ ગઈ કે, દાવાનું કામકાજ ચાલુ જ છે.
મિસિસ બાડેલે પછી તેમને ઠંડક દૂર કરવા બે ટીપાં પીને જવા જણાવ્યું. તેમને તો આ બાઈઓની વાતો વધારે સાંભળવી જ હતી; એટલે તે તરત જ કબૂલ થયા.