________________
ર૩ર
પિકવિક કલબ નોટિસને પૈસા અગાઉથી આપી દેવા, તથા બધો સરસામાન સંભાળપૂર્વક બાંધી-સમેટીને મિ. ટપમનને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરવાની સૂચના સાથે સેમને મિસિસ બાર્ડેલને ત્યાં કાગળો લખી આપીને મોકલ્યો.
પણ સેમ બારણું બહાર નીકળ્યો નહિ હોય ને મિ. પિકવિકે તેને પાછો બોલાવ્યો અને કહ્યું, “તારાથી બને તે મિસિસ બેડેલ તેણે મૂકેલા દાવાની બાબતમાં શું ધારે છે, તથા તેનું મારા પ્રત્યેનું વલણ કેવુંક છે, એ પણ જાણી લાવવાના પ્રયત્ન કરીશ તે મને વાંધો નથી.”
સેમ ગેલ સ્ટ્રીટમાં પહોંચ્યો ત્યારે નવેક વાગ્યા હતા. બેએક મીણબત્તીના પ્રકાશમાં જુદી જુદી બાનુઓનાં માથાંના પડછાયા બારીના કાચ ઉપર પડેલા દેખાતા હતા.
બારણે ટકોરા મારતાં માસ્ટર બાડેલે આવીને બારણું ઉઘાડયું. સેમે તેને આંખ મીંચકારીને તથા “શહેરી બુઆ’ કહીને સંબોધ્યો તથા
માતૃશ્રી'ની ખબર પૂછી, અને મમ્મી ઘણી સારી છે એવો જવાબ મળતાં, પોતે આવ્યો છે એવી ખબર આપવા સેમે તેને જણાવ્યું.
મિસિસ બાડેલ તેનું મન બહલાવવા આવેલી બે પડોશી મેળાપી બાઈઓ સાથે મેં તથા મન મોકળાં કરતી હતી : અર્થાત ખાવાનું પાથરીને બેઠી હતી.
મિ. પિકવિકનો નોકર આવ્યો છે, એ જાણી પેલી પડોશી બાઈઓએ કલકલાટ કરી મૂક્યો અને જણાવ્યું કે, “આવું તો આજે જ જાણ્યું,’ ‘નજરે જોયું ન હોય તો માનીએ પણ નહિ,’ ઈ.
આ સંજોગોમાં કોઈ પણ કારવાઈ પોતાના વકીલ મારફત જ કરવી જોઈએ એની ખબર ન હોવાથી, ત્રણે બાનુઓએ આ સંદેશો લાવવા માટે માસ્ટર બાર્ડેલ ઉપર પસ્તાળ પાડી. તેની માએ તો તેને ખાશે મઠાર્યો.
પેલે રડવા માંડ્યો એટલે મેળાપી બાઈએએ, “આવો છોકરો તો ક્યાંય ન જોયો, બાઈ” “આનાથી નાના છોકરા હોય છે તો પણ