________________
૨૩૧
મુકદ્દમે આગળ વધે છે મેરી તરત નીચી નમી અને ટેપ ઉપાડી સેમના માથા ઉપર મૂકતાં કહેવા લાગી, “કેવા બેદરકાર છો ? મને લાગે છે કે તમે આ ટેપ ફરી ખોઈ નાખવાના જ છો.” .
તે ટોપો સેમને પહેરાવતી વખતે મેરીનું મેં સેમના ની એક જ નજીક આવી ગયું હતું કે શું થયું, પણ સેમના હોઠ મેરીના હોઠ સાથે ટિચાયા.
“જાણી જોઈને આ નથી કર્યું એમ કહેવા માગો છો ?” મેરીએ ભવાં ચડાવી પૂછ્યું.
ના, ના, મારો ખ્યાલ પણ નહોતો; પણ જાણી જોઈને કર્યું હોય તો કેવું થાય તેના તને ખ્યાલ આપવા જ હવે મારે તને ફરી કરી બતાવવું પડશે,” એમ કહી, સેમે હવે મેરીને રીતસરનું ચુંબન કર્યું.
મિ. પિકવિકે ફરીથી બૂમ પાડી, “સેમ ?”
“સાહેબ, બારણું પાછળ કશુંક એવું ભરાયું હતું કે બારણું ઊઘડતું જ નહોતું.” સેમે બહાર જઈને ખુલાસો કર્યો.
૨૮ મુકદ્દમો આગળ વધે છે
1. ગલને ઉગાડે પાડવાનું મુખ્ય કામ પતાવી મિ. પિકવિક સેમ સાથે મિસિસ બાડેલે પોતાની ઉપર માંડેલા દાવાનું કામ કેવુંક આગળ વધ્યું છે તે જાણવા લંડન આવ્યા. બાકીના મિત્રો મિત્ર વોર્ડલને ત્યાંના લગ્ન માટે ડિંગ્લી-ડેલ જવાની પૂર્વતૈયારી માટે પોતપોતાને ઘેર વિદાય થયા. ' મિપિકવિક લંડનમાં લેમ્બ સ્ટ્રીટમાં આવેલી “જ્યોર્જ એન્ડ વલ્ચર' હોટેલમાં ઊતર્યા. તેમણે ગેલ સ્ટ્રીટમાં મિસિસ બોડેલને ત્યાંનું પોતાનું મકાન ખાલી કરી ભાડું ચૂકતે કરવા, મહિનાની