________________
મુકદ્દમે આગળ વધે છે
૨૩૩ પિતાની માને કેવા ટેકારૂપ થઈ પડે છે, ત્યારે આ તો –” ઈ બેલીને તે બિચારાને વધુ છોભીલ કરી નાખ્યો.
તો આ માણસને મારે શું જવાબ વાળવો જોઈએ ?” મિસિસ બાડેલે સખીઓને પૂછયું.
તમારે તેને મળવું તો જોઈએ જ; પણ સાક્ષી રાખ્યા વિના . નહિ,” એક જણીએ સલાહ આપી.
“બે સાક્ષી વધુ કાયદેસર ગણાય,” બીજીએ ઉમેર્યું. એટલે મિ. વેલરને અંદર આવવાની રજા મળી.
મેડમ તમને કંઈક અંગત અગવડમાં મૂકવા જેવું મારાથી થયું હેય તે માફ કરજો;- ઘરફોડ ચોરે બુઠ્ઠી માલિકણને બાંધીને અંગીઠી ઉપર મૂકતાં કહ્યું હતું તે ભાષામાં કહું તો. પણ મારા માલિક અને હું હમણાં જ શહેરમાં આવ્યા છીએ અને તરત જ ચાલ્યા જવાના છીએ, એટલે છૂટકો જ નહોતો.”
“ખરી વાત, નોકર બિચારો શું કરે, માલિક મેકલે તો !” એક પડોશણે કહ્યું.
હાસ્તો,” બીજીએ એમને જે વાળ માટે બેસાડશે, તો ટેબલ ઉપરની ચીજોમાં તંગી પડશે કે નહિ, તેની મનમાં ગણતરી કરી લેતાં કહ્યું.
એટલે અહીં આવ્યો છું; સદરહુ મુદ્દાસર નં. ૧ કહું તો મારા ગવર્નર વતી નોટિસ આપવા, નં. ૨ કહું તો ભાડું આપવા, નં. ૩ કહું તો અમારા કમરાનો સામાન હું બાંધી લઉં તે પછી જે કઈ અમારી ચિઠ્ઠી લઈને આવે તેને સોંપી દેવાનું જણાવવા, અને નં. ૪ કહું તો એ બધું પતે પછી તમે જેને મરજી હોય તેને મકાન ભાડે આપી શકે છે એનો કરાર કરવા.”
ગમે તે કહીએ, પણ એક બાબત સિવાય મિ. પિકવિક હંમેશ સદગૃહસ્થની જેમ જ વર્યા છે, અને તેમના પૈસા એટલે જાણે બેંકના પૈસા જેટલા જ સધ્ધર ગણાય.” મિસિસ બાડેલે આંખ ઉપર રૂમાલ દાબતાં કહ્યું.