________________
૨૪૨
પિકવિક કલબ એ બદમાશો તો તેમના પૈસા અને માલપાણી જ ઉડાવી જવાનું જાણતા હોય છે, દીકરા. મને તો ઘણીવાર એમ થાય છે કે, બેટાઓને એક રેંકડીમાં જોડવા હોય અને આખો દિવસ તગેડ્યા હોય, તો પાપ ન લાગે.”
પણ એટલામાં તો એક તીણો અવાજ સંભળાયો અને મિસિસ વેલર યાં આવી પહોંચ્યાં. તેમણે પૂછયું, “તમે આવી ગયા છો ને શું? મિસ્ટિમિન્સ ગયા હતા તે પાછા આવ્યા કે નહિ ?”
ના, નથી આવ્યા; અને તે કદી પણ પાછા ન આવે તો પણ હું મરી જઈશ, એમ મને નથી લાગતું,” બુઢ્ઢાએ ચુંગી સંકારતાં કહ્યું.
“ફટ ભૂંડા, એ ભલા સંત વિષે ફાવે તેમ એલફેલ બોલી શા માટે પાપમાં પડે છે ?”
પણ એટલામાં તો મિત્ર સ્ટિગિન્સ પાછા આવી જ પહોંચ્યા. તેમને તરત આગ્રહ કરીને એક પછી એક ત્રણેક પ્યાલા પિવરાવી દેવામાં આવ્યા. અને પછી હળવો નાસ્તો કરાવવામાં આવ્યો. દરમ્યાન તે પોતાના અનુયાયીઓની ધાર્મિકતા, ગુરુભક્તિનો મહિમા, નગુરા લોકોની થનારી અવગતિ વગેરે મુદ્દાઓ ઉપર પ્રેરક ઉપદેશ આપતા રહ્યા.
પછી જ્યારે તેમના પેટમાં વધુ પ્રવાહી પધરાવાય તેવું ન રહ્યું, ત્યારે મેડી રાતે ઊઠીને તે વિદાય થયા.
બુઢ્ઢાએ તેમને તેની સુવાની જગા બતાવી દીધી.
બીજે દિવસે સવારે નાસ્તો પતાવી સેમ લંડન પાછો ફરવા તૈયાર થયો, ત્યારે તેના બાપ તેને મૂકવા બારણું બહાર આવ્યા અને ટિગિન્સ વિષે ગુસ્સામાં આવી કંઈક બેલવા લાગ્યા. સેમે તરત જ તેમને સંભળાવી દીધું, “મારી આગળ ખાલી-ખોટું બેલશો નહિ; તમારા જેવો જાત-ઘાલું માણસ એવા સૂકલા સંબૂશને ઘરમાં પેસવા જ શા માટે દે છે, એ જ મને માથામાં પેસતું નથી.”
મિ. વેલરે સેમ તરફ જરા તીણી નજરે જોયું અને પછી કહ્યું, “સેમિલ, હું પરણેલે માણસ છું, એટલેસ્તો. તું પણ પરણીશ,