________________
પિકવિક ક્લબ
२३०
""
શાંત – ખૂબ – જિંગલ હસતા હસતા ખેલતા એરડા બહાર જવા વળ્યેા. જૉબ પણ મિ૰પિકવિકને લળી લળાને ખૂબ નમ્રતાપૂર્વક સલામ કરી પેાતાના માલિકની પાછળ જવા લાગ્યા.
સૅમ એકદમ ગુસ્સે થઈ પેલાએની પાછળ જવા વળ્યા કે તરત મિ॰ પિકવિકે તેને રાકયો.
“ સાહેબ, મને બગીચા સુધી તેા જવા દે; હું આ મકાનમાં કશું નહિ કરું.
પણ મિ- પિકવિક તેની કશી વાત સાંભળી નહિ. પરંતુ મઝલ ઉસ્તાદ માણસ હતા. તે સૅમના મનતી વાત સમજી ગયા હોય તેમ બારણા પાછળ એવી રીતે ઊભા રહ્યો કે, પેલા એ દાદર તરફ વળ્યા કે તરત બારણું બંધ કરવા જ નીકળ્યા હેાય તેમ તેણે ઝપાટાબંધ બહાર નીકળી પેલાએતે એને ધક્કો લગાવી દીધે! કે અંતે જણા એક ઉપર એક એમ ગબડતા ગબડતા છેક નીચલે પથયે પહોંચ્યા. મિ॰ પિકવિક હવે કિન્સ કુટુંબની ભાવભરી વિદાય લીધી, તથા તેમને ખાતરી આપી કે, આ બધી વાત તેમની પાસે ગુપ્ત જ રહેશે. પછી તેમણે સૅમને તેના ટાપા પહેરી લેવા કહ્યું.
પણ સત્તાનાશ ! ટાપેા તે રસેાડામાં જ રહી ગયા હતા. અને રસેાડામાં પણ માત્ર મૅરી જ હતી. સૅમે રસેાડાના સાંકડી જગામાં, ખૂણે ખાંચરે, ઉપર નીચે, બધે ટાપા શેાધવા માંડયો, અને મૅરીએ તેને તે શેાધવામાં સાથ આપવા માંડયો. અને સાંકડી જગામાં નીચાં નમી કે ઊંચાં થઈ બે જણ કશું ખેાળતાં હાય, તેા સહેજે તેએ એકબીજાને ટિચાય; અને તે વખતે પુરુષે નાજુક સ્ત્રીને વાગ્યું હેાય તેની માફી માગવા કંઈ કંઈ રીતે અખત્યાર કરવી પડે.
પણ છેવટે ટાપે! જડયો, અને સૅમ એ જડવા અદલ મેરીને આભાર માનવા ગયા તે વખતે જ એ ટાપા તેના હાથમાંથી જમીન ઉપર પડી ગયા.