________________
૨૨૮
પિકવિક કલબ સાથે પ્રેમમાં છે. એટલે તે એને વિષે મનફાવત ઉલ્લેખ કરીને મને મારા નાજુકમાં નાજુક ભાગમાં ઘા કર્યો છે. એટલે હવે તું બાજુએ આવીશ? હમણું તારા શેઠ તને બેલાવે એવો સંભવ નથી, એટલે મને લાગેલા અપમાનનો જવાબ હું માનું છું; આ મિ. વેલર આપણું બંને વચ્ચે કશી ગેરવર્તણૂક ન આવી જાય તે જોશે.”
પણ આ વાતને આમ મારામારીના પડકાર ઉપર આવી જતી જોઈને રસોઇયણ બાઈ તરત જોબ ટ્રીટર ઉપર લપકી, અને તેના મેં ઉપર લરિયાં અને નહેરિયાં ભરી પછી તેના વાળનાં લટિયાંમાંથી મૂઠા ભરીને ઠીક ઠીક ભાગ ખેંચી લીધો. મિમઝલ પ્રત્યેની પિતાની આંતરિક લાગણી આ રીતે વ્યક્ત કરી, તે બિચારી હાંફવા લાગી અને છેવટે પોતાની નાજુકતાને કારણે તરત બેહોશ થઈ ગઈ
તે જ ઘડીએ ઘંટ વાગ્યો.
“અલ્યા તને ઉપર બેલાવે છે,” એમ કહી સેમે ટ્રુટરને એક હાથ પકડ્યો. અને મઝલે બીજે. બંને જણા એમ તેને ખેંચતા ધકેલતા ઉપર લઈ ચાલ્યા.
ઉપર જુદે જ દેખાવ હત; સૌ કોઈ આંખો વડે જિંગલને વીંધી નાખતા ઊભા હતા, અને જિગલ એ સૌની સામે બેફિકરાઈથી હસતો બારણું પાસે ઊભો હતો.
મિ. નષ્કિન્સ ત્રાડતા હતા, “તમે બંનેને ફરેબાજ ઠગ તરીકે જેલમાં ધકેલતાં કેવળ મારી દયાવૃત્તિ જ – મૂર્ખ દયાવૃત્તિ પણ કહેવાય –મને રોકી રહી છે.”
ના, ના, મૂર્ખ ઘમંડ - મૂર્ખ અભિમાન –વાહ પિતાની સુપુત્રી માટે એક કેપ્ટન – બીજીઓના હાથમાંથી પડાવી લીધેલ – હા-હા-હાએ વસ્તુ હવે જાહેર થાય – ફજેતે થાય – એટલે – ખૂબ.”
“બદમાશ, તારા આ હલકટ જવાબ ઉપર અમે ત્યાની વરસાવીએ છીએ,” મિસિસ બેલ્યાં.
* “હું હંમેશ એ માણસને ધિક્કારતી આવી છું,” મિસ વઘાં.