________________
પ્રેમબાણ વાગ્યાં હોય તે જાણે
૨૨૭ તરત જ રસોઈયણ હસવા મંડી; અને પછી તો મેરીનું હસવું એકદમ છૂટી ગયું–તેના મોંમાં ભરેલો કોળિયો અંતરાશ ચાલ્યા ગયે, અને તે રૂંધાઈ મરવા જેવી થઈ ગઈ. સેમને ઊઠીને તેનો બરડેર થાબડા પડયો તથા બીજી પણ સારવાર કરવી પડી, ત્યારે તે ઠેકાણે આવી; પણ તે જ ઘડીએ રસોડાના પાછલા બારણે ઘંટ વાગે. એક જુવાનિયે નોકર જે પરચૂરણ કામકાજ કરતો હતો, તેણે ઊઠીને બારણું ઉઘાડયું. મિજોબ ટ્રેટર અંદર પધાર્યા.
તે અંદર તો બહુ ખુશીથી આવ્યા હતા, પણ અંદર સેમને જોતાં જ તેમના પગ લાકડું થઈ ગયા.
“લે આ પધાર્યા, અલ્યા ભાઈ અમે તારી જ વાત કરતા હતા અને તું હાજર !” સેમે તેને આવકારતાં કહ્યું. પછી તો સેમે ઊઠીને તેને કેલરેથી પકડી અંદર ખેંચ્યો, અને રસોડાના બારણે તાળું મારી તેની ચાવી મઝલને આપી દીધી.
વાહ કેવો મેળ છે કે સુગ છે, કહોને !– દેડકાએ બગાસું ખાવા મોં ફાડયું, ને અંદર માખી આવી જતાં કહ્યું હતું, તે ભાષામાં કહીએ તો. કારણ કે મારા માલિક, તારા માલિકને ઉપર ભેટશે, અને હું અહીં નીચે તને ભેટીશ. કેમ હવે, તારું કેમ ચાલે છે, દેસ્ત ! તું કે ખુશમિજાજ દેખાય છે! તને જોવો એ પણ માલપાણી ઉડાવવા જેવું જ મજાનું લાગે છે, ખરું ને મિત્ર મઝલ ?
“તદ્દન મજાનું,” મિ. મઝલ બેલ્યા.
“જુઓ તો કેવો આનંદી સ્વભાવનો છે? મને મળ્યો ત્યારે કહેતા હતા કે, આ ઘરની ફૂટડી રસોયણ સાથે પરણી જઈ એ તો દીપદાનીઓની દુકાન શરૂ કરવાનો છે. તો ભાઈ એ તારી દુકાનનું ક્યાં સુધી આવ્યું ?” સેમે પૂછયું.
ટ્રેટર વારાફરતી બધાં તરફ જોઈ રહ્યો, કશું બોલ્યો નહીં.
પણ મિ. મઝલ હવે બેલ્યા વિના રહી ન શક્યા. તેમણે ગુસ્સામાં આવી જઈને કહ્યું, “જે ભાઈ આ રસોઈયણ બાનુ મારી