________________
પ્રેમ-ખાણ વાગ્યાં હોય તે જાણે
२२५
બિચારા મિ॰નપ્કિન્સ જવાબમાં એલવા ગયા કે, “ ખરી રીતે તમે લેાકેા તે માણસને ખેલાવી લાવ્યાં હતાં, એટલું જ નહિ પણ, પેાતાના આળખીતા તરીકે ખીજા આગળ રજૂ કર્યાં કરતાં હતાં. ’’ પણ એટલામાં તે મિસિસે સંભળાવી દીધું, “જો દીકરી, હું કહેતી જ હતી તે, કે કશુંક ખરાબ થાય એટલે તારા પપ્પા દેવને બધા ટાલે છેવટે મારે માથે જ ઢાંકવા જશે? છે તારા પપ્પાને જરાય શરમ કે લાજ ? પણ હવે તેા મિસિસ પાર્કનહામને હું માં કેવી રીતે બતાવીશ. તેની જ મને ચિંતા થાય છે.
""
મિસ નપ્કિન્સ પણ કેટલીય સખીએ આગળ તથા છેાકરીએની આગળ પેાતાના થનારા જેતાની વાત કલ્પનામાં લાવી ડૂસકાં ભરવા લાગી.
પણ છેવટે મિસિસે જ યેાજના ઘડી કાઢી: પેલા બહુરૂપિયા જિંગલ આવે ત્યાં સુધી મિ॰ પિકવિકને અને એમના મિત્રાને રેકી રાખવા. પછી તેમની કહેલી વાત સાચી નીકળે, તે। જિંગલને ધમકી આપીને, પણ બહુ જાહેરાત કર્યાં વિના, ઘર બહાર કાઢી મૂકવે. અને પછી તે કયાં ગયા એમ કાઈ પૂછે તા એમ કહેવું કે, તેમનાં રાજકારી એળખાણેને કારણે તેમને સામેરા લિયેાન*ના ગવર્નર-જનરલ નીમવામાં આવ્યા હેાવાથી, તે એકદમ ઊપડી ગયા છે.
પછી મિ॰ પિકવિક વગેરેને જમવા બેસાડવામાં આવ્યા. સમ ઉપર ખુશ થઈ તે મિનપ્કિન્સે તેને નીચે લઈ જઈ સારી પેઠે જમાડવાનું કામ મઝલને સાંપ્યું.
મઝલ તરત સૅમને રસેાડામાં લઈ ગયેા. ત્યાં કામ કરતી ફૂટડી નાકરડી મૅરી પ્રત્યે, સૅમ, આ મકાનના પાતે પહેલાં કરેલા બહારના નિરીક્ષણના સમયથી જ, બહુ આકર્ષાયા હતેા.
મઝલે, જઈ મૅરીને કહ્યું, “જુએ આ મિ॰ વેલર છે; સાહેબે ઉપરથી ખાસ કહેવરાવ્યું છે કે, તેમને બરાબર જમાડવાના છે.”
X
* પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક-કિનારે આવેલું એક જૂનું બ્રિટિશ સંસ્થાન.
પિ.-૧૫
*