________________
ચડતી અને પડતી
૨૨૩ મિ. પિકવિકે જણાવ્યું, “તમે એ માણસને મારી સામે ઊભો કરો, એટલું જ બસ થશે.”
તો તો આજે રાતે જ તે અમારે ત્યાં આવવાના છે, પણ એ બધી બાબતને ભહુ ભવાડો ન થાય તે રીતે પતવવી જોઈશે, અને હું મારાં પત્નીની એ બાબતમાં સલાહ લેવા વિચારું છું. પરંતુ પહેલાં આપણે આ ફરિયાદનું કામકાજ પતાવી દઈએ; માટે મહેરબાની કરી તમે બહારના ઓરડામાં આવે.”
મેજિસ્ટ્રેટે બહાર આવી સીધો ચમરને ધમકાવવા માંડયો – “ગ્રમર !”
જી, સ્ત્રકાર.”
“જે, તારી અને તારાં માણસોની રીતભાત વિષે મારે ઘણું ઘણું કહેવાનું છે, પણ તેનું તો પછી થઈ રહેશે. પ્રથમ તો તે આપેલું સ્ટેટમેન્ટ તું બરાબર ફરીથી કહી જા જોઉં; જો એક શબ્દનો પણ ફરક પડ્યો, તે બનાવટ કરવાનો ગુનો લાગુ કરી તેને સીધો જેલમાં જ ધકેલી દઈશ. આ તો કાયદાનું કામ છે, અને તેમાં કાળજીપૂર્વક બધું બોલવું કે લખાવવું જોઈએ.”
બસ, આટલી પ્રસ્તાવના થઈ તેની સાથે શ્રમરે પિતાની ફરિયાદ વિષે બે કે ત્રણ વાર જે સ્ટેટમેન્ટ ફરી બોલી બતાવ્યું, તેમાં કેટલાય શબ્દોને અને વિગતોને તફાવત આવ્યો. મિ. નષ્કિન્સ તરત જાહેર કર્યું કે, આવાં જૂઠાં સ્ટેટમેન્ટો ઉપર આધાર રાખી ગુના દાખલ કરી શકાય નહિ. એટલે કરવામાં આવેલા દંડ તરત રદ કરી દેવામાં આવ્યા. અને મિત્ર જિન્કસે તરત જ જોઈતા જામીન ત્યાં ને ત્યાં લખી નાખ્યા, અને આખી ફરિયાદની આ રીતે સંતોષકારક અને વિધિસર પતાવટ કરી દેવામાં આવી.
ગ્રમર બિચારે અપમાનિત થઈ ઓરડા બહાર નીકળ્યો. ઘેડા જ વખત પહેલાં શહેરની શેરીઓમાં થઈ માથું ટટાર રાખીને તે આવ્યો હતો.