________________
ચડતી અને પડતી
૨૨૧ “મિ જિન્કસ, ગુનેગારની આ અરજ વિષે તમારે શું કહેવાનું છે?” મેજિસ્ટ્રેટે પૂછયું.
મિ. જિન્કસને પોતાને શું કહેવાનું હોઈ શકે તે ન સમજાતાં, તે કેવળ પોતાના માલિકને ખોટું ન લાગે એ અર્થમાં, કશો અર્થ ન થાય તેવું કે અનેક વિરોધી અર્થ થાય તેવું હાસ્ય હસ્યા, અને સમજદારની પેઠે પોતાનું ડોકું આમથી તેમ હલાવવા લાગ્યા.
મિ જિન્કસ, તમે એક નંબરના ગધેડા છે,” મેજિસ્ટ્રેટે ગંભીરતાપૂર્વક કહ્યું.
મિ જિન્કસે એ વિશેષણ નમ્રતાથી તથા વધુ ફીકું હાસ્ય હસીને સ્વીકારી લીધું.
મિત્ર નષ્કિન્સે હવે પોતાના મન સાથે જ શેડેક વિચાર કરી લઈ મિ. પિકવિકને તથા સેમને બાજુની એક નાની ઓરડીમાં પિતાની પાછળ આવવા કહ્યું. મિ. પિકવિક તથા સેમને એરડીને સામે છેડે ઊભા રાખી મિનષ્કિન્સ ઉઘાડા બારણું આગળ જ ઊભા રહ્યા, જેથી પિલાએ કંઈ હુમલો કરવાની વૃત્તિ દાખવે તે તરત પોતે નાસી જઈ શકે.
મિ. પિકવિકે, તેની ભયગ્રસ્ત મનોદશા જોઈ વિચારી, તરત જ ટૂંકમાં મુદ્દાસર જણાવ્યું, “સાહેબ, મને એવું માનવાને કારણ છે કે, આપના ઘરમાં આપ એક ફરેબી બદમાશને આશરો આપી રહ્યા છે.”
એક નહિ, પણ બે જણાને; બીજે માણસ મલબેરી રંગના પોશાકમાં જંગમ વોટરવર્કસ છે.” સેમ બોલી ઊઠયો.
મિ. પિકવિક સેમને વચ્ચે બેલી, ગૂંચવણ ઊભી ન કરવા તાકીદ આપી. અને પછી આગળ કહેવા માંડયું, “ટૂંકમાં કહું તો, મારા આ નોકરને શંકા છે કે, ફિઝ માર્શલ નામનો તથા પોતાને કેપ્ટન તરીકે ઓળખાવતો એક બહુરૂપિયો બદમાશ આપના ઘરમાં આવે જાય છે. અને હું આપને ખાતરી કરાવવા માગું છું કે, એ માણસ –”