________________
ચડતી અને પડતી
૧૯
કાનમાં કંઈક કહ્યું તેને મૅજિસ્ટ્રેટે કંઈક વિરોધી જવાબ આપ્યા, પણ મિ॰ જિસ નમ્રતાથી છતાં અડગતાથી પેાતાની વાતને વળગી રહ્યા, એટલે છેવટે મૅજિસ્ટ્રેટ કડવેા ઘૂંટડા ગળી જઈ, મિ॰ પિકવિક તરફ ફરીતે તીખાશથી પૂછ્યું, “તમે શું કહેવા માગેા છે?”
**
* *
પ્રથમ તેા હું એ જાણવા માગું છું કે, મને અને મારા મિત્રને અહીં શા માટે લાવવામાં આવ્યા છે? ”
“મારે કહેવું પડશે ? ’” મૅજિસ્ટ્રેટ જિસને પૂછ્યું.
જિસે હા પાડતાં મૅજિસ્ટ્રેટે કહ્યું, “ મારી આગળ સેગંદપૂર્વક નિવેદન કરવામાં આવ્યું છે કે, તમે દ્વંદ્વયુદ્ધ રમવાની તૈયારીમાં હતા, અને મિ॰ ટપમન તેમાં તમારા સાગરીત છે. તેથી હું તમને - મિ॰ જિન્કસ, આગળ શું કહેવાનું છે? ”
-
(C
સારી ચાલચલગતના અને શાંતિ જાળવવા માટેના જામીન
આપવાનું, સાહેબ. ” જિન્કસ ગણગણ્યા.
*
“ હા, હું તમને જામીન જ આપવાનું જણાવવા ગયેા હતેા તેવામાં મારા આ કારકુન વચ્ચે એલી પડયો - હા, તેા જામીન આપે.” દરેકના પચાસ પાઉંડ જેટલા, શહેરના, ધરબારી, સારા માણસાના જામીન – જિસે ઉમેર્યું....
((
""
“મારે પચાસ પચાસ પાઉંડના એ ધરબારી જાણીતા માણુસેના જામીન જોઈ શે. મિ॰ નખ્રિન્સે પૂરું કર્યું.
""
*'
પણ ભલા ભગવાન, આ શહેરમાં તે અમે છેક અજાણ્યા છીએ; એટલે અહીંના કાઈ ધરબારીને હું જરા પણ એળખતા નથી, અને યુદ્ધ ખેલવાને પણ મારા ઇરાદે હતા એ પણ હું કબૂલ કરતા નથી. ” મિ॰ પકવિકે જણાવ્યું.
“ ઇરાદા નથી, એમ કહીને તમે છટકવા માગેા છે કેમ? એ કંઈ ચાલવાનું નથી; ખરું તે મિ॰ જિસ ?''
“હા, સાહેબ; ન જ ચાલી શકે.’