________________
ચડતી અને પડતી - ૨૧૭ આ વખતે એક બીજો પોલીસવાળે હસ્યો. તરત જ મિ. નકિન્સ ગુસ્સાથી લાલચોળ થઈને તડૂક્યા.
“ગ્રમર, આ કેવા કેવા ભામટાઓને તે ભરતી કર્યા છે? તરત જ તેનો પટ્ટો ઉતારી લે. આવા માણસોને ભરતી કરવા, એ ફરજમાં બેદરકાર રહ્યા બરાબર છે. તે બદલ સજા કરીને હું તારો જ દાખલો બેસાડીશ. એ પીધેલ પણ જણાય છે. બેલ તું પીધેલ છે કે નહિ ?”
“હું જરાય પીધેલ નથી, સરકાર.”
તેં પીધે જ છે; તું ના કહેવાની હિંમત કેમ કરીને કરે છે? ગ્રમર, જો એનું મેં ગંધાય છે કે નહિ ?” |
“બહુ ભયંકર બાસ મારે છે, સ્ત્રકાર.” ગ્રંમરે જવાબ આપ્યો.
“મને ખબર જ પડી ગઈ હતી; ઓરડામાં એ દાખલ થયો ત્યારથી જ તેની આંખો ચકળવકળ થતી હતી. તમારા લક્ષમાં પણ, મિ. જિન્કસ, એની આંખો આવી હતી કે નહિ ?”
બરાબર આવી હતી, સાહેબ.” જિસે જવાબ આપ્યો.
મેં આજ સવારથી મોંમાં એક ટીપું પણ નાખ્યું નથી.” પેલે પોલીસવાળો ગણગણ્યો.
તું મારી સમક્ષ જૂઠું બોલવાની હિંમત કરે છે, એમ ? જુઓ મિ જિન્કસ, તમે જ ખાતરી કરી લે કે, અત્યારે એ પીધેલો છે કે નહિ ?”
બેશક પીધેલે છે, સરકાર.”
તો બસ અદાલતના તિરસ્કાર બાબત હું તેના ઉપર કામ ચલાવવા માગું છું, તરત દાવો ઘડી કાઢો.”
મિત્ર જિસે હવે મેજિસ્ટ્રેટના કાનમાં થેડી ગુસપુસ કરી લીધી. તેને કાયદાનો અનુભવ હતો. તેણે જણાવ્યું કે, એ ગુનો દાખલ થઈ શકે નહિ; માટે તેને ઠપકો આપી જતો કરવો. એટલે મિત્ર નષ્કિન્સે પ્રગટ રીતે તેના કુટુંબનો ખ્યાલ રાખવાનું કારણ જણાવી પાએક કલાક સુધી ઠપકો આપી તેને જતો કર્યો. ગ્રમર, ડુપ્લી, મઝલ,