________________
ચડતી અને પડતી
- ર૧૫ હતું. તે ટેબલ પાછળ મોટી ખુરશી હતી, અને તે ખુરશી ઉપર, એ સો સરંજામ કરતાં પણ મોટા તથા ગૌરવભર્યા મિત્ર નકિન્સ પિતે વિરાજ્યા હતા.
1 ટેબલ ઉપર કાગળનો ઢગલો હતો, અને તેને એક છેડે મિત્ર જિન્કસ ખૂબ કામમાં ડૂબેલા હોવાનો દેખાવ કરતા ઊભા હતા.
બધા અંદર આવ્યા એટલે મઝલે કમરાનું બારણું વિધિસર બંધ કર્યું અને પછી અંગરક્ષકની અદાથી મિત્ર નષ્કિન્સની પાછળ જઈને તે ટટાર ઊભો રહ્યો.
હં, ઝમર, આ આસામી કોણ છે?” મિનષ્કિન્સે સૌ સાથીઓ વતી બેલવા તત્પર થઈ રહેલા પિકવિક તરફ જોઈને પૂછયું.
“એ આસામી પિકિવક છે, સ્ત્રકાર.” ગ્રંમરે કહ્યું.
અલ્યા બુઢ્ઢા, તને તે કેણે આ સરકારી ખાતામાં રાખે હશે ? સદ્ભવસ્થાની વિધિસર ઓળખ કરાવતાં તો આવડતું નથી ! તું તો ખેતરમાં ચકલાં ઉરાડવા જ. જુઓ સાહેબ, હું આપને ઓળખ કરાવું – આ એસ. પિકવિક એસ્કવાયર છે, આ મિ. ટ૫મન છે; પેલા મિત્ર સ્નડગ્રાસ છે, અને તેમનાથી આગળ મિત્ર વિકલ છે; – સૌ ઉમદા સદગૃહસ્થો છે, ઓળખાણ કરવા લાયક સજજનો-એવાઓનું ઓળખાણ આપને ઉપયોગી તથા લાભદાયી થઈ પડશે, સાહેબ. એટલે આપ અહીંના બે-ચાર અફસરેને ચક્કી ચલાવવા જેલમાં મોકલી દે, એટલે આપણે સૌ સારા માણસોની જેમ હળી-મળીએ. “કામકાજ પહેલું, અને મોજમજા પછી” – રાજા રિચર્ડ ત્રીજાએ ટાવરમાં બીજા રાજાને છરી ખોસી દેતાં અને બાળકોને ગૂંગળાવી મારતા પહેલાં વાપર્યા હતા તે શબ્દોમાં.”
આ માણસ કોણ છે, પ્રેમર ?” મેજિસ્ટ્રેટે પૂછયું.
“ઘણે ખૂની – ધાંધલિયા માણસ છે, સ્ત્રકાર; તેણે કેટલીય વાર કેદીઓને ભગાડી મૂકવાનો પ્રયાસ કર્યો હતો અને સ્ત્રકારી અફસરે