________________
ફરી પાછા કાયદાની ચુંગલમાં • ૨૧૩ સેમે તરત ચાલાકીથી તેને એવો ધક્કો આપ્યો કે તે આખો ને આખે ગબડી પડવો; પણ તે પહેલાં નીચે ગાદી તરીકે સેમે માનાવાળા એક જણને ગબડાવી આપ્યો હતો.
મિ. વિકલને પણ કેણ જાણે સેમની આ બહાદુરી જોઈને એવું વિચિત્ર શુરાતન ચડયું, કે એમણે આગળ આવી ઊભેલા એક નાના છોકરાને ત્યાં ને ત્યાં ફટકાર્યો. મિ. સ્નડગ્રાસે પણ સાથીઓને અણુને વખતે સહાય કરવાની વૃત્તિથી, પણ ખ્રિસ્તી ભાવના અનુસાર, દુશ્મને ઉપર અજાણપણામાં પણ હુમલો ન કરવાની દાનતથી, મેટેથી જાહેર કર્યું કે, પોતે પણ મેદાનમાં કૂદી પડવાની તૈયારીમાં જ છે- અને પુરાવા તરીકે તેમણે પોતાનો કાટ શરીર ઉપરથી ઉતારવા માંડ્યો. પણ તેમનેય મિત્ર વિકલની પેઠે તરત દબાવી-પકડી લેવામાં આવ્યા, અને તેમની સંગ્રહસ્થાઈને બિરદાવવા ખાતર એટલી નેંધ લેવી જોઈએ કે, ધરપકડ થયા બાદ તેમણે છૂટા થવા જરા પણ ધમપછાડા ન કર્યા. જો કે સેમ તો નોકર-વર્ગને માણસ હેઈ, પકડાયા પછી પણ કાણુઓ મારતો હતો તથા છૂટો થવા ધમપછાડા કરતો હતો. અને બે-ત્રણ વખત તે છૂટો થયો પણ ખરે; અને તે દરેક વખતે ઓછામાં ઓછા બે-ત્રણ પોલીસવાળાઓને તેણે ગબડાવી પાડયા હતા.
મિ. પિકવિકથી આ બધું સહન ન થઈ શક્યું. તેમણે છાપરા તરફનું બારણું ઊંચું કરી, સૌ નાગરિકને પોતાના પ્રત્યે કેવું ગેરકાયદે કવર્તન દાખવવામાં આવ્યું છે તેની, તથા પોતાના નોકરની જાત ઉપર કેવળ ગુંડાગીરીથી પ્રથમ હુમલે કરવામાં આવ્યો છે તેની, નોંધ લેવા બૂમાબૂમ કરવા માંડી.