________________
૨૧૨
પિકવિક કલબ તરફ પાછો ફરતો હતો. તેણે આ સરઘસ આવતું જોઈ પોતાની નિરાશાને કેવળ હાંકી કાઢવા સારુ, એ સરઘસને પોતાના આનંદગારથી હિલોળે ચડાવી દીધું.
પહેલા મિત્ર પ્રમર પસાર થયા, પછી મિડુબ્બી પસાર થયા, પછી બંધ પડદાવાળી માના-ખુરશી આવી. પાછળ પિલા પોલીસની ટુકડી હતી. સેમે એ માના-ખુરશી આવતાં જ ખાસ પ્રકારની બૂમોથી તેને વધાવવા માંડી. એટલામાં જ પાછળ આવતા મિત્ર વિકલ અને મિ. નડગ્રાસ ઉપર તેની નજર પડી.
સેમે તરત જ તે બે સગૃહસ્થોને પૂછયું : “આ મ્યાના-ખુરશીમાં કોણ છે વારુ?”
તે બંનેએ એકીસાથે જવાબ આપ્યો; પણ સેમથી આજુબાજુના અવાજમાં સાંભળી શકાય નહિ. એટલે તેણે બૂમ પાડીને ફરીથી પૂછયું. પેલાઓએ જરા વધુ બૂમ પાડીને જવાબ આપ્યો, પણ છેવટે તેમના હોઠોના હલનચલનથી તે કલ્પી શકો કે, મિ. પિકવિક અંદર છે. એ નામ સાંભળતાં જ તરત સેમ કોણીઓ મારતો ટોળામાં ઘૂસ્યો અને માનવાળાઓને થોભાવી દઈ પ્રમરને પૂછવા લાગ્ય–“હેલે બુદ્દેજી, અહીં આ વહાણમાં કોણ છે?”
મિ. ઝમર અત્યારે લોકોના આનંદના પિકારથી સત્તાના તેરમાં આવી ગયા હતા. તેમણે તરત જવાબ આપ્યો, “આઘો ખસ.”
“લગાવો, જે ન ખસે તો,” મિડુબ્બી પોકાર્યા.
“વાહ, મારી સગવડની આવી પડપૂછ કરવા માટે તમો લોકોનો આભારી છું. છતાં તમે મારા પ્રશ્નનો જવાબ આપશો તો વધુ આભારી થઈશ–મિ રાક્ષસના કાફલામાંથી ભૂલા પડેલા હે સદ્ગૃહસ્થો !”
પણ એટલામાં મિ. પિકવિકને આગળની બારીમાંથી ડોકિયું કરતા જોઈ સેમે તરત તેમને પૂછયું, “કેમ છો સાહેબ?”
મિ. પ્રમરનો કંઠ તો ગુસ્સાને માર્યો જ રંધાઈ ગય; તેણે તરત પિતાનો દડો કાઢો અને સેમના માથા ઉપર ઉગામ્યો.