________________
ફરી પાછા કાયદાની ચુંગલમાં
૨૧૧
તેમણે સૌને એ વાતની તેાંધ લેવા વિનંતી કરી કે, એક અંગ્રેજ બચ્ચાની સ્વતંત્રતા ઉપર મનસ્વીપણે તરાપ મારવામાં આવી છે, અને પેાતે છૂટા થશે તેની સાથે જ તે કાયદેસર પગલાં લેશે.
મિ॰ પિકવિકે આ પ્રમાણે મિ॰ ગ્રમરની સાથે જવાનું સ્વીકાર્યું, એટલે કંઈક ધાંધલ – મારામારી – પંચાત જોવાનાં મળશે એ આશાએ ભેગાં થયેલાં હૉટેલનાં કર્મચારીએ તુચ્છકાર અને ફિટકાર દર્શાવતાં વિદાય થઈ ગયાં. પરંતુ તરત જ બીજી એક નહીં કલ્પવામાં આવેલી મુશ્કેલી ઊભી થઈ; મિ॰ પિકવિક્રે સામાન્ય ગુનેગારની પેઠે, શેરીએમાં થઈ, કાયદાના અફસરેાથી વીંટળાઇને પગપાળા જવાની કાઈ પણ શરતે ના પાડી. અને તે વખતની ધાંધલભરી શહેરની સ્થિતિમાં મિ॰ ગ્રમર પણ ગુનેગારેાને છૂટા રાખી રસ્તાની સામી બાજુએ ચાલવા કબૂલ ન થયા; એટલે કાચ-ગાડી મંગાવવાનેા વિચાર આવ્યેા. પણ મિ॰ પિકવિક અને મિ॰ ટપમને એ ક્રાય-ગાડીનું ભાડું આપવા હરગિજ ના પાડી; અને ગ્રમરને આ વાટ બજાવવા જતાં ઘેાડાગાડીનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું ન હોઈ, તે એ ખર્ચે કરી શકે તેમ નહાતું. એટલે તકરાર વધી પડી. છેવટે કાયદાના રખેવાળાએ એ કૈાયડાને કાયદેસર ઉકેલ આણ્યાઃ વીશીના આંગણામાં એક તવંગર પણ સંધિવાથી પીડાતા માણસ માટેની મ્યાના-ખુરશી પડેલી હતી; તેમાં મિ॰ પિકવિક અને મિ॰ ટપમનને બેસાડી દેવામાં આવ્યા; અને પછી એ ખુરશીને મૅજિસ્ટ્રેટ પાસે ઉપાડી જવરાવવામાં આવી.
એ વિચિત્ર સરઘસ શેરીઓમાં થઈને પસાર થયું ત્યારે, દુકાનદારો પેાતાના શહેરના કાયદાનેા મજબૂત હાથ જોઈને ગર્વ અનુભવવા લાગ્યા. ભ્રમર પણ રાજધાનીમાંથી ખાસ ઇપ્સીગ આવેલા એવા ધાંધલિયા ગુનેગારાને પેાતાની પાછળ દોરી લાવતા હાઈ, આછે ગર્વ નહાતા અનુભવતા.
બીજી તરફ સૈમ લીલા દરવાજાવાળા મકાનની ગુપ્તપણે સરતપાસ કરી આવીને, કશું વિશેષ જાણવા ન મળતાં, નિરાશ થઇ, હોટેલ