________________
२२०
પિકવિક કલબ મિ. પિકવિક કંઈક ગરમાગરમ જવાબ આપવા જ જતા હતા, એવામાં સેમે તેમની બાંય ખેંચીને તેમને કાનમાં એવું કંઈક કહ્યું, જેથી મિ. પિકવિક રસપૂર્વક તેને વધુ પ્રશ્ન પૂછવા લાગ્યા. દરમ્યાન મિત્ર નપિકન્સે, “તમારે બીજું કશું કહેવાનું છે?” એમ સવાલ પૂછી લઈ જવાબ ન મળતાં, તરત પિતાનો બાકીનો ફેંસલો સંભળાવવો શરૂ કર્યો.
સેમને બે પાઉંડ દંડ પહેલા હુમલા માટે, અને બીજા હુમલા માટે ત્રણ પાઉંડ; વિકલનો બે પાઉંડ દંડ, અને સ્નોડગ્રાસનો એક પાઉંડ. તેમ જ નામદાર સરકારની પ્રત્યે શાંતિ જાળવવાની જાત-કબૂલાત ઉપરાંતમાં આપવાની. ડેનિમલ શ્રમર પ્રત્યે પણ, ઈસવીચના વસવાટ દરમ્યાન, જરા પણ ધાકધમકી કે મારપીટ નહિ કરવાની કે કરાવવાની.
મેજિસ્ટ્રેટ ફેંસલો સંભળાવી રહ્યા, એટલે મિપિકવિકે તેમના ખેલદિલીભર્યા હાસ્ય સાથે મિ નષ્કિન્સને, તેમને માટે અગત્યની, એક વાત સાંભળવા પિતાને ખાનગીમાં બેસવા દેવાની પરવાનગી માગી.
કોઈ ગુનેગાર આવી વિનંતી કરે, એ તો અસામાન્ય બાબત ગણાય. એટલે મિત્ર નષ્કિન્સ તરત જ કરડાકીથી પૂછયું, “ખાનગી મુલાકાત માગો છો, એમ ?”
ખાનગી જ મુલાકાત જોઈશે, સાહેબ, જે કે, એ માહિતી મારા નેકર મારફત મને અબઘડી જ મળી હોઈ, તેને હાજર રાખવો
પડશે.”
મેજિસ્ટ્રેટ મિ. જિન્કસ સામે પ્રશ્નાર્થ નજરે જોયું; મિ. જિન્કસને પિતાને કંઈ સમજ ન પડવાથી તેમણે મિ નષ્કિન્સ સામે જોયું;
અફસરો એકબીજા સામે નવાઈ પામી જોવા લાગ્યા. અને મિત્ર નષ્કિન્સને તરત સિઝર અને પવિલનાં ખૂન થયાની વાત યાદ આવતાં તે તરત ફીકા પડી ગયા – તેમને ખાતરી થઈ ગઈ કે, તેમનું ખૂન થવાનું કોઈ કાવતરું પેલા નોકરની જાણમાં આવી જતાં, તેણે તેના માલિકને એ વાત કરી છે, અને એ વાત જ મિ. પિકવિક પિતાને ખાનગીમાં જણાવવા માગે છે.