________________
પ્રેમ-બાણ વાગ્યાં હોય તે જાણે
નાસિસ નષ્કિન્સ અને મિસ નષ્કિન્સને જ્યારે મિ નષ્કિન્સ મિ. પિકવિક તરફથી કેપ્ટન ફિઝ-માર્શલ અંગે મળેલી માહિતી જણાવી, ત્યારે તે બેની સ્થિતિ જોવા જેવી થઈ ગઈ. પણ તરત જ તે બંનેએ આખા દેષનો ટોપલો મિત્ર નષ્કિન્સને માથે જ ઓઢાડયો. મિસિસે જણાવ્યું કે, “મને પહેલેથી જ એ માણસ વિષે શંકા હતી; પણ આ માટીડાઓ મૂઆ એવા બબૂચક હોય છે કે, ઝટ દઈને ગમે એવા ભામટાઓને ઘરની વચ્ચે ખેંચી લાવે છે, અને બૈરીની સલાહ તે કઈ દિવસ લેતા જ નથી!”
જો કે, સાચી વાત તો એ હતી કે, મિસિસે જ હરીફે પાસેથી કેપ્ટન ફિટઝ માર્શલને પોતાની સુપુત્રી માટે ખેંચી લાવવામાં પોતાના પતિને “નમાલા છે,” “સૂકું પાન પણ ભાગી શકતા નથી,” વગેરે ટાણું મારીને મદદે લીધા હતા.
મિસ નષ્કિન્સ તે તરત પિતાની આંખમાં આંસુ ભરવા લાગી ગઈ
મિસિસે તરત પિતાની પુત્રીની દયા ખાઈને તેને કહ્યું, “હું તો તારા આ નઠોર પપ્પાને વારંવાર કહેતી હતી કે, એ માણસનું કુળ-ખાનદાન તો જાણી લે. તારા પપ્પા જેવા હોદ્દા ઉપર બેઠેલા માણસને એ બધી માહિતી મેળવતાં શી વાર લાગે ? પણ તારા પપ્પા જેનું નામ, તે એમને ઘરની કોઈ બાબત વિષે જરાય ખ્યાલ હોય ત્યારે ને? એ તો હું ન હોત તો આ ઘરનું શું થઈ બેઠું હોત,” ઈ, ઈ.
૨૨૪