________________
રરર
પિકવિક કલબ એ માણસ શું છે?” નષ્કિન્સ હવે બારણું બંધ કરતાં કરતાં ધીમેથી બેલ્યા.
“સિદ્ધાંત વગરના, રખડતો બહુરૂપિયે બદમાશ છે. તે એ રીતે લકને ઠગીને ભેળવીને જ ગુજરાન ચલાવે છે. એને શિકાર બનનારા આબરૂનું અને મિલકતનું બેવડું નુકસાન ઉઠાવે છે. હું એ બદમાશને તેનાં એક-બે કારસ્તાન અંગે ઉઘાડો પાડવા જ તેની પાછળ પાછળ અહીં દડી આવ્યો છું.”
શું, મિ. પિકવિક, તમે કેપ્ટન ફિઝ માર્શલને—”
સાહેબ, એ ગઠિયો કેપ્ટન પણ નથી કે ફિટ્ઝ પણ નથી કે માર્શલ પણ નથી. એ તે એક જંગમ બહુરૂપિયો નન્ટ છે અને તેનું નામ જિંગલ છે. અને કોઈ વરૂ જે મલબેરી રંગની વર્દી પહેરીને ફરતું હોય, તો તે તેનો નેકર કે જેડીદાર જૉબ ોટર પોતે છે.”
ત્યાર પછી તો મિત્ર નષ્કિન્સ પોતે જ એ માણસ વિષે વધુ સાંભળવાના વલણમાં આવી ગયા; એટલે મિત્ર પિકવિક જિંગલ સાથે પિતાને ભેટો કેવી રીતે થયો, અને તેણે મિસ વર્ડલને ફસાવવાભગાડવાને કેવો પ્રયત્ન કર્યો હતો, તેની બધી વાત કરી. પછી પિત તેનો પીછો પકડવો, ત્યારે એક બેડિંગ સ્કૂલની છાત્રાને બચાવવાનું જૂઠાણું ઊભું કરી તેના નોકરે કેવી રીતે તેમને ફસાવ્યા, એ વાત પણ કરી.
મિત્ર નષ્કિન્સ હવે બધું સમજી લઈ મિ. પિકવિકને વિશ્વાસમાં લેતાં જણાવ્યું કે, “ઈપ્સવીચમાં તો જુવાન દીકરીઓનાં માબાપ વચ્ચે એ બદમાશને પોતાનો જમાઈ કરવાની બાબતમાં હરીફાઈ જ ચાલી રહી છે ! મારાં પોતાનાં પત્ની તથા સુપુત્રી એ બદમાશને કંઈક પિતા તરફ વધુ વાળી શક્યાં હોવાથી આખા શહેરમાં ઊંચું માથું કરીને ચાલે છે, અને તે બાબતને ગર્વ અનુભવે છે. એ બદમાશ આમ ઉઘાડે પડતાં, પેલાં બધાં હવે અમારી કેવી ઠેકડી ઉરાડશે !”
પણ મિત્ર નષ્કિન્સે છેવટે ઉમેર્યું કે, “કેપ્ટન ફિટ્ઝ-માર્શલ જેવા માણસને ઘણું શત્રુઓ હોવાનો સંભવ છે, એટલે તમે જે વાત કરી તેની વધુ નક્કર સાબિતી તમારે મને આપવી જોઈએ.”