________________
પ્રેમબાણ વાગ્યાં હેય તે જાણે
૨૨૯ “હા, ખરી વાત – સુંદર જુવાનિયો – પેલો સિડની પોર્કનહામ જૂને પ્રેમી – પણ કેપ્ટન ફિટ્ઝ જેટલે તવંગર નહિ – પેલાને તરત ફગાવી દીધો – કેપ્ટન જ જોઈએ – ગમે તે થાય – આખા ગામની છોકરીઓ– કેપ્ટન પાછળ – બંદા પાછળ – ગાંડી – ખૂબ.” આટલું બેલી જિંગલ જોબ સામું જોઈ આંખ મીંચકારીને ખૂબ હસવા લાગ્યો.
મિસિસ હવે બેલ્યાં, “નોકરોને સાંભળવા જેવી આ બાબતો નથી, માટે આ બંને બદમાશોને હવે ઘરબહાર કાઢો.”
“ખરી વાત છે; મઝલ ?” મિત્ર નષ્કિન્સ બોલ્યા. “જી, સરકાર.”
બારણું ખોલી નાખે.”
જિંગલ હસતો હસતો જવા લાગ્યો એટલે મિ. પિકવિકે તરત ગુસ્સાભર્યા શબ્દોથી તેને રોક્યો, અને કહ્યું, “બદમાશ, હું તારા ઉપર વધુ આકરું વેર લઈ શક્યો હોત; તારા આ દંભી મિત્ર ઉપર પણ.”
જબ ટ્રાટરે તે વખતે નમ્રતાથી નીચા નમી, પોતાના હૃદય ઉપર એક પંજો મૂક્યો.
મિ. પિકવિક ગુસ્સે થઈ બેલવા લાગ્યા, “પણ હું અત્યારે તો તારાં કરતૂતો ઉઘાડાં પાડીને જ સંતોષ માનું છું, જેથી સમાજનાં ભલાંભળાં માણસો તારી જાળમાં સપડાય નહિ. પણ આ બાબતથી ધડે લઈ તું જે સુધરવા પ્રયત્ન કરશે –”
આ વખતે જો બે જાણે મિ. પિકવિકના શિખામણના શબ્દો સાંભળવા રહી ન જાય તે માટે પોતાના કાન પાછળ પંજો મૂકી છાજલી કરી. - “તને કદી ન સુધરી શકે એ બદમાશ જ માનું છું; મેં જોયેલા કે સાંભળેલા સો હરામજાદાઓમાં તારા જે કઈ મેં જોયે કે સાંભળ્યો નથી.”
વાહ, વાહ; શાબાશ; પિકવિક, ભલા માણસ – બહુ ગુસ્સો ન કરો – નકામું મોં બગડે – પેટ બગડે – કપડાં બગડે – શાંત થાઓ,