________________
ર૧૮
પિકવિક ક્લબ અને બીજા પોલીસના માણસો મિત્ર નષ્કિન્સના દિલની ઉદારતા અને ક્ષમાભાવથી એકદમ ગળગળા થઈ ગયા.
પછી ગ્રંમરના સેગંદ લેવરાવી, તેનું સ્ટેટમેંટ લેવામાં આવ્યું. પણ ઝમર મુદ્દા ઉપર આવવાને બદલે આલતુફાલતુ વાતો કરવા લાગ્યો, અને મિત્ર નષ્કિન્સને ભોજન માટે ઊઠવાની ઉતાવળ હતી; એટલે તેમણે પ્રશ્નો પૂછી પૂછીને, ઝમર પાસે હકારમાં જવાબ લઈને જ એનું સ્ટેટમેન્ટ પૂરું કર્યું. એની સાથે સાથે જ સેમ સામે બે વખત હુમલા ક્યને ગુને, મિવિકલ સામે ધમકીને ગુને, અને મિત્ર સ્તોડગ્રાસ સામે ધક્કાધક્કી કર્યાનો ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યા.
- હવે મિ. નષ્કિન્સ પોતાનો ચુકાદો સંભળાવવા સંબોધન કરવા જતા હતા, તેવામાં મિ. પિકવિકે સજા કરતા પહેલાં પોતાને કહેવાની વાત સંભળાવવાના પિતાના અધિકારનો મુદ્દો ઊભો કર્યો.
“ચૂપ રહે,” મેજિસ્ટ્રેટે તાકીદ આપી. “મારે આપના હુકમને તાબે થવું જ રહ્યું, સાહેબ, પણ...”
“તમારી જીભ બંધ કરે છે કે, નહિ ? નહિ તો મારે તમને અહીંથી બળજબરીથી ખસેડવાનો હુકમ આપવો પડશે.”
“આપ આપના અફસરોને ગમે તે હુકમ કરી શકે છે. અને અત્યાર સુધી ચાલેલી કારવાઈથી, એ લોકો આપના હુકમનું કેવી દીનતાથી પાલન કરે છે, તેને નમૂને મને જોવા મળી ગયો છે, સાહેબ પણ સાહેબ, આપ મને અહીંથી બળજબરીપૂર્વક નહિ ખસેડા, ત્યાં સુધી હું મારી વાત તમને સંભળાવવાના મારા અધિકારનો દાવો કર્યા જ કરીશ.”
“પિકવિક અને સિદ્ધાંત ઝીંદાબાદ !” સેમે પોકાર કર્યો. “સેમ, તું ચૂપ રહે.” મિ. પિકવિકે કહ્યું. “કાણું પડેલા ઢેલ જેવો એકદમ ચૂપ થઈ જાઉં છું, સાહેબ”
મિત્ર નષ્કિન્સ પોતાની સામે થવાની મિપિકવિકની હિંમત એટલો જ કપરો જવાબ વાળવાના હતા, પણ મિજિન્કસે તેમના