________________
૨૧૬
પિકવિ કલબ ઉપર પણ હુમલે કર્યો હતો. તેથી અમે તેને પકડીને અહીં રજૂ કર્યો છે.”
ઠીક કર્યું, એ દેખીતે જ કોઈ રખડેલ ભામટ લાગે છે.” “એ મારે નોકર છે, સાહેબ,” મિ. પિકવિક ગુસ્સે થઈને
કહ્યું.
તમારે જ નોકર છે કેમ? મિ. જિન્કસ, તેની સામે ન્યાયના હેતુઓ નિષ્ફળ કરવાને, અને સરકારી અફસરેનું ખૂન કરવાનો આરોપ ઘડી કાઢે.” મિનષ્કિન્સે ફરમાવ્યું.
મિ જિન્કસે તેમ કર્યું એટલે મિત્ર નષ્કિસે તેમને પૂછયું – “તારું નામ શું ?”
વેલર”
“ભૂગેટની વડી જેલની યાદીમાં શોભે તેવું નામ છે,” મિ નપિકન્સે મજાક કરી; અને સરકારે મજાક કરી એટલે જવાબમાં જિસ, અમર, ડુબ્લી, બધા પોલીસે અને મઝલે પાંચ મિનિટ સુધી ખડખડાટ હસ્યા કર્યું.
એનું નામ લખી લે, મિ. જિન્કસ,” મેજિસ્ટ્રેટે કહ્યું. એ “એલ” લખજે, બં,” સેમે જોડણીમાં મદદ કરી.
આ વખતે એક કમનસીબ પોલીસવાળો હસી પડ્યો. તરત જ મેજિસ્ટ્રેટે તેના ઉપર બેઅદબીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી. તે તરત ચૂપ થઈ ગયો. પછી મિત્ર નષ્કિન્સે એમની પૂછપરછ આગળ ચલાવી.
“તું ક્યાં રહે છે ?” “જ્યાં હું રહી શકું ત્યાં.”
“લખી લો, મિ. જિસ; એ ખરેખર ઘરબાર વિનાને ભામટા જ છે. એના ઉપર એ જ ગુને લાગુ કરો.”
ન્યાયની બાબતમાં આ બહુ નિષ્પક્ષપાત મુલક હેય એમ જણાય છે.” સેમે કહ્યું.