________________
૨૬
ચડતી અને પડતી
સૂમ વેલરને તો લગભગ ઊંચકીને જ પોલીસે ચાલતા હતા. તે મિઅમર તથા મિ. ડુપ્લીના અંગત દેખાવ વિશે લોકોને સંબોધી સુંદર જોડકણાં સંભળાવતો હતો, તથા તેને પકડી રાખનારાઓને વિચિત્ર ધમકીઓ આપતો હતો. માના ઉપરથી મિ. પિકવિક જુસ્સાદાર ભાષણે સંબોધી રહ્યા હતા; મિટપમન તેમને એ બારણું બંધ કરી અંદર આવવા વિનંતી કરતા હતા; લેકે આનંદદ્ગારે કરતા હતા, અને મિ. ડગ્રાસ અને મિત્ર વિકલ પિતાના નેતા સામે ખિન્ન નજરે જોઈ રહ્યા હતા.
પણ આખા સરઘસને પેલા લીલા દરવાજાવાળા મકાન તરફ વળતું અને તેના આંગણામાં જ પસતું જોઈ સેમનો જુસ્સો તરત શાંત પડી ગયો અને તેને કેવળ આશ્ચર્ય જ સતાવી રહ્યું; કારણ કે, એ મકાનના એ લીલા દરવાજામાં જ તેને જોબ ટ્રેક્ટરને ભેટે થયો હતો, અને હાલમાં જ જિંગલ અને ટ્રીટરની તપાસ કરવા તે મકાનની આસપાસ ઊભા રહીને જ પાછો ફર્યો હતો.
મઝલે અંદર જઈને કેદીઓ આવ્યાની ખબર મિ નકિન્સને નિવેદિત કરી. તરત તેમણે તેમને પોતાની સમક્ષ રજૂ કરવાનો હુકમ કર્યો.
એારડાનો દેખાવ ભવ્ય હતો, અને ગુનેગારના મનમાં તક્ષણ ડર અને ત્રાસ ઊભો કરે તેવો હતો. એક મોટું ટેબલ, મોટાં મોટાં વૅલ્યુમોના ઘેડા પાસે હતું. તે ટેબલ ઉપર સૌથી મોટું વેલ્યુમ પડેલું
૨૧૪