________________
૨૦૯
ફરી પાછા કાયદાની ચુંગલમાં “આ શહેરમાં ? ? શી વાત છે? બધી વિગતો કહી દે, મેડમ. હું જ્યાં સુધી કાયદે અને વ્યવસ્થા જાળવવા બેઠો છું, અને જાગતો બેઠો છું, ત્યાં સુધી એવું ગેરકાયદે કૃત્ય કદી નહિ થવા દઉં. અરે થોડા જ દિવસ પહેલાં –ગયા મે મહિનાની ચેથી તારીખેસ્તો – કુસ્તીનું એક દંગલ ગોઠવવામાં આવ્યું હતું. તે વખતે સાઠ સ્પેશ્યલ કસ્ટેબલો લઈને હું જાતે ધસી ગયો હતો અને ગુસ્સે થયેલા પ્રેક્ષકોના મિજાજની દરકાર રાખ્યા વિના મેં શાંતિ સ્થાપી દીધી હતી. તો પછી હું હજુ જીવતો – જાગતો છું ને ઈગ્લવીચમાં ઠંદયુદ્ધ લડાય ? હે ? એવાં તે કોના માથામાં શીંગડાં ઊગ્યાં છે વાર ?”
પરંતુ કમનસીબે મારી માહિતી સાચી તથા પ્રમાણભૂત છે, સાહેબ.”
આ તો અસાધારણ વાત કહેવાય. મઝલ? જલદીથી મિત્ર જિન્કસને અહીં મોકલ.”
મિ જિન્કસ આવતાં જ મેજિસ્ટ્રેટે તેમને એ બાનુ જે કારમાં સમાચાર લઈને આવ્યાં હતાં તેની વાત કરી.
મિ. જિન્કસને જવાબ આપવો તે સમજાયું નહિ, એટલે તે બિચાર કર-માણસ જેવું હાસ્ય કરે, તેવું છોભીલું હાસ્ય હસ્યો અને ચૂપ રહ્યો.
તમે શી બાબતના હસે છે, મિ. જિસ ?” મેજિસ્ટ્રેટ તડૂક્યા. એટલે જિન્કસે તરત ગંભીર દેખાવ ધારણ કર્યો.
મિ જિન્કસ તમે બધુ છો,” મેજિસ્ટ્રેટે ઉમેર્યું. મિ. જિન્કસ બિચારા એ મહાન અધિકારી સમક્ષ દીનતા ધારણ કરી ઊભા રહ્યા અને કલમને છેડે ચાવવા લાગ્યા.
મેજિસ્ટ્રેટે એ બાનુનું સ્ટેટમેન્ટ લખી લેવા તેમને ફરમાવ્યું.
પછી મેજિસ્ટ્રેટ વદ્યા : “આ પિકવિક અને ટ૫મન એ બે ખૂનીઓ રાજધાનીમાંથી અહીં આવ્યા છે. તેમના ત્રાસનો માર્યો તેમનો પ્રતિસ્પર્ધી જીવ લઈને નાસી ગયો છે, ખરું મેડમ ?” પિ.-૧૪