________________
ફરી પાછા કાયદાની ચુંગલમાં
૨૦૭ થઈ. તે તો પિતાનો ટોપો જમીન ઉપર પછાડી, પોતાના વાળ બે હાથે મૂઠીઓ ભરીને ખેંચી, એક પછી એક એમ બંને પગ જોરથી ઠેકી, મિ. પિકવિકના ભલા ચહેરા તરફ એક મુક્કી ઉગામી ઊભો રહ્યો; મિ. પિકવિકે તરત જણાવ્યું, “મારા તરફથી તમને હું સ્થળકાળ વિષે ખબર મોકલાવીશ.”
પેલી ભલી બાનુ આ બંને જણને ઠંદ્વયુદ્ધમાં આખડી પડવા તૈયાર થયેલા જોઈ તરત બહાર દોડી ગઈ મિત્ર ટપમન પણ મિત્ર પિકવિકને બહાર ખેંચી ગયા.
પેલી બાજુ જે દુનિયાદારીની જાણકાર હોત, તો તે સમજી જાત કે, આ રીતની પડકારની ફેકોલેજ સુધરેલા જમાનાની એક નિર્દોષ અને અહિંસક વસ્તુ છે; તેથી કેટલીક નકામી વરાળ બહાર ફેંકાઈ જાય છે, એટલું જ; પણ તે બાનુ દુનિયાદારીથી અલગ પડી ગયેલી હોઈ, ખુનામરકી થશે એમ સાચેસાચ માનીને તે અટકાવવાના કામે લાગી ગઈ
તેણે નક્કી કર્યું કે, તરત જ શહેરના મુખ્ય મેજિસ્ટ્રેટને ત્યાં દોડી જવું અને તેને મિ. પિકવિક અને મિત્ર ટપમનની ધરપકડ કરવા વિનંતી કરવી. આ નિર્ણય ઉપર આવવામાં તેને ઊંડે ઊંડે હેતુ એ હતો કે, મિ. પિટર મેગ્નસ બહુ અદેખા તથા આકળા સ્વભાવના છે; એટલે મિ. પિકવિકને દેખી તે શાથી ઍકી હતી એનું સાચું કારણ તો તેમને તેનાથી કહી શકાય તેમ નહોતું; પણ પોતે જે મિ. પિટર મૅગ્નસની સહીસલામતી બાબત આવી ચિંતા અને કાળજી દાખવે, તે મિ. પિટર મૅગ્નસ તેના ઉપર રાજી થાય; અને રાજીમાં હોય ત્યારે ધીમેથી તેમને બધી વાત કહી દઈ તેમના મનનો કાંટો સહેલાઈથી કાદી નાખી શકાય.
મિ. જોર્જ નષ્કિન્સ, એક્વાયર, ઈસવીચના મુખ્ય મેજિસ્ટ્રેટ હતા, અને પિતાના ઉચ્ચ હોદ્દાને અનુરૂપ વડાઈ તે દરેક રીતે દાખવવા