________________
૨૧૦
પિકવિક ક્લબ મિસ વિધફિલ્વે મિ. કૅગ્નસને બચાવી લેવા એ પ્રમાણે નિવેદન કર્યું હતું.
મેજિસ્ટ્રેટે તરત વૈરંટ કઢાવી ગ્રામરને બેલાવ્યો. તે આવ્યો એટલે મેજિસ્ટ્રેટે ફરમાવ્યું –
“રામર !”
જી સ્ત્રકાર.” “શહેરમાં હવે શાંતિ છે ?”
“છ અકાર; છોકરાઓ ક્રિકેટ જેવા ચાલ્યા ગયા છે, અને શહેરમાં હવે કશું ધાંધલ નથી, સ્ત્રકાર.”
આ જમાનામાં કડક હાથે પગલાં લીધા વિના ચાલે તેમ જ નથી. રાજાના અધિકારીઓ ઉપર પણ પથરા ફેંકાય, તો આપણે બળવાની કલમ જાહેર કરી દેવી જ જોઈએ. અને મુલ્કી સત્તા બારીઓનું રક્ષણ ન કરી શકે, તે લશ્કરી સત્તાએ મુલ્કી સત્તા તથા બારીઓનું બંનેનું રક્ષણ કરવા નીકળી આવવું જ રહ્યું. તો ઠીક, આ વરંટ તથા જોઈતા “સ્પેશ્યલ” માણસો લઈને જાઓ અને આ બે ખૂનીઓની ધરપકડ કરી લાવો.”
મિ. ઝમર વોરંટ લઈને “ગેટ વહાઈટ હોર્સ” તરફ વિદાય થયા. તેમને સવારમાં પડેલા ભારની બદનામી ધોઈ કાઢવી હતી. એટલે પૂરા દમામથી પોતાની કામગીરી બજાવવા સારુ તેમણે પોતાની સાથે સ્પેશ્યલ પોલીસના બાર માણસો લીધા.
ચમરે વોરંટ બતાવીને મિ. ટ૫મન અને મિ. પિકવિકને ગિરફતાર કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવાને પિતાને નિરધાર ઉચિત પરિભાષામાં વિધિસર જાહેર કર્યો, તથા સરકારના હુકમની અવગણના થાય તો પોતાની સાથે બાર પોલીસની ટુકડી હાજર છે, એવો પ્રત્યક્ષ પુરાવો આપી દીધો, ત્યારે મિ. પિકવિકે સામને કરવા તૈયાર થયેલા મિત્રોને શાંત પાડી, મેજિસ્ટ્રેટ પાસે જવા તૈયારી બતાવી – જોકે