________________
२०८
પિકવિક કલબ તત્પર રહેતા. પરંતુ આજે સવારે તે ખાસ ક્ષેભ પામ્યા હતા – કારણ તેમની વડાઈને ધકકો પહોંચ્યો હતો : શહેરમાં બળવો થયો હતો – શહેરની મોટામાં મોટી શાળાના વિદ્યાથીઓએ એક ફળવાળાની દુકાન ઉપર દરોડો પાડ્યો હતો, તેની બારીઓના કાચ ભાગી નાખ્યા હતા; અને કાયદો તથા વ્યવસ્થાના સરકારી કર્મચારી વચ્ચે આવ્યા, ત્યારે તેમના ઉપર પથ્થરો ફેંક્યા હતા. એ સરકારી કર્મચારી એટલે અર્ધ-લશકરી પોશાકમાં સજજ રહેતો એક જ પ્રૌઢ માણસ-ગ્રમર, જે છેલ્લાં પચાસ વર્ષથી એ જ હોદ્દા ઉપર એ જ કામગીરી બજાવતો આવ્યો હતો.
મિ. નષ્કિન્સ ઈઝી-ચેર ઉપર બેસી આ બધી ગેરવ્યવસ્થા બાબત ઉકળાટ દાખવી રહ્યા હતા, તેવામાં તેમને ખાનગી પણ અગત્યની બાબત અંગે એક બાજુ તત્કાળ મળવા માગે છે, એવી જાણું કરવામાં આવી.
મિ. નષ્કિન્સે પૃથ્વી ઉપરના સમ્રાટની અદાથી એ બાનુને પોતાની સમક્ષ હાજર કરવા હુકમ કર્યો; અને તેવા હુકમની અદાથી જ તેનું પાલન પણ કરવામાં આવ્યું.
“મઝલ !” મેજિસ્ટ્રેટે ગૌરવભર્યો ઉગાર કાવ્યો. “હા સરકાર !” એક પહેરેગીરે જવાબ આપ્યો. “એક ખુરશી મૂક, અને ઓરડાની બહાર જા.” “હા સરકાર.” “હવે મેડમ, તમે તમારું કામ કહી સંભળાવશે ?”
એ વાત બહુ દુઃખ-દરદ-ભરી છે, સાહેબ,” મિસ વિધરફિડે જણાવ્યું.
“હોઈ શકે, મેજિસ્ટ્રેટને એવાં જ કામે સાંભળવાનાં હોય છે, બાનું.”
મને આ ખબર આપતાં બહુ દુઃખ થાય છે, પણ આ શહેરમાં એક દંતયુદ્ધ લડાવાની તૈયારીમાં છે.”