________________
२०६
પિકવિક કલબ એમ? હવે સમજ્યો. તમે ગઈ કાલે મને કહ્યું હતું કે, તમે જેના ઉપર અંધ વિશ્વાસ મૂક્યો હતોતેણે આદરેલી દગાબાજી અને જૂઠને ખુલ્લાં કરવાના હેતુથી તમે અહીં ઈસવીચ આવ્યા હતા. અર્થાત તમે આ મિસ વિધરફિલ્ડની બાબતમાં તમારા નિષ્ફળ ગયેલા પ્રેમને કારણે તેને તિરસ્કાર કરવા જ અહીં આવ્યા હતા. પરંતુ, એકબીજાને અહીં મળ્યા પછી તમે પાછા તમારો જૂને સંબંધ ફરી જોડવાનું નક્કી કર્યું છે. બસ હું અબઘડી નિર્ણય ઉપર આવી જાઉં છું – મારે તમારી બટેલી–આ એડી સ્ત્રીને જરા પણ ખપ નથી. વાહ, તેની સાથે તમે અજમાવેલી પ્રેમ કરવાની રીતો આટલી વિગતથી મને સમજાવી, ત્યારથી જ હું સમજી તો ગયો જ હતો કે, માન ન માન, કાઈ અનુભવીના બોલ છે...”
મિ. પિકવિકે તરત ત્રાડ નાખી અને મેગ્નસને બેલતો રોકવા પ્રયત્ન કર્યો. એક નિર્દોષ બાઈ ઉપર, નહિ જેવા કારણે, આ માણસ અવિશ્વાસ લાવી, તેને સ્વીકૃત સંબંધ તોડવા બેઠો હતો એટલું જ નહિ, પિતાના ઉપર ફાવે તેવા આક્ષેપ કરતો હતો. તેમણે તરત મિ. ટપમનને બેલાવ્યા અને તેમને કહ્યું, “જુઓ મિત્ર ટપમન, મને તો તમે બરાબર ઓળખે છે; હું ખાતરીથી તમને જણાવું છું કે, મારા મનમાં આ બાનુને લગતી જે ગુપ્ત બને છે, તેને આ સગૃહસ્થને લગતી કાઈ બીના સાથે કોઈ સંબંધ નથી; માત્ર અજાણતાં થયેલી એક ભૂલને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ જ મને એ ખુલાસો ખુલ્લંખુલ્લા કહેતાં રોકી રહી છે. પરંતુ આ માણસ જે મારા બેલ ઉપર અવિશ્વાસ કરવાનું ચાલુ રાખશે, તો તેને હું મારું અપમાન થયું ગણીશ, એ વાતની સાક્ષી રહેવા હું તમને વિનંતી કરું છું. અને એ બાબતની જાણ હું તેમને વિધિસર કરું છું, ને તેનો પછી તેમણે સદ્ગહસ્થની રીતે જવાબ વાળવો જોઈશે.”
આટલું કહી, મિ. પિકવિકે મિ. મેન્સ સામે પુણ્યપ્રકોપથી બાળી નાખતી નજરે જોયું. પણ પેલા પથ્થરને તેની કશી અસર ન