________________
૧૦૨
પિકવિક કલબ સેમ એકદમ વંટોળની પેઠે એ સેવાઓ બજાવવા ઊપડ્યો.
હવે જિંગલ બેલી ઊઠશે – “કશું નહિ બને – નીકળો આ રૂમમાંથી –બાનુ પુખ્ત ઉંમરની એકવીસથી ઘણી વધુ – મરજી પ્રમાણે વર્તવા સ્વતંત્ર !”
હું એકવીસથી ઘણી વધુ ઉંમરની નથી,” ફઈબા પિતાની ઉંમરને ઉલ્લેખ થતાં બોલી ઊઠ્યાં. - “અરે તને એકતાલીસથી વધુ ઉમર થઈ છે અને ચોક્કસ કહીએ તે તું પચાસ વર્ષની છે,” મિ. વર્ડલ બેલી ઊઠયા.
એ સાંભળી ફઈબા તરત ચીસ પાડીને બેભાન થઈ ગયાં.
ભલા મિત્ર પિકવિકે વીશીવાળીને બેલાવીને પાણીને પ્યાલો મંગાવ્યો.
અરે, પાણીને ખ્યાલ નહીં, આખી બાલદી મંગાવો અને અને એના ઉપર રેડો તો એને બરાબર શિક્ષા લાગશે; એને જ લાયકની છે.” મિર્ડલે ગુસ્સામાં આવી જઈને કહ્યું.
અરે, જાઓ, જાઓ, આવા જંગલી માણસ કયાંથી છો ?” વીશીવાળીએ કહ્યું અને પછી રાશેલ તરફ ફરીને ધીમે અવાજે પંપાળતાં તે કહેવા લાગી, “જે, મારી બહેન, કેવી ડાહી છે? સાંસતી થા, આમ ગભરાય છે શું?” ઈ.
પછી તો તેણે એક નોકરડીને બોલાવીને બીજા પણ ઘણું ઉપચારે આરંભી દીધા–જે ઉપચારે, જાણી જોઈને ફીટ ઊભું કરવા માગતી બાનુઓને સહાનુભૂતિવાળી સ્ત્રીઓ સર્વત્ર ર્યા કરે છે.
એટલામાં સેમે બારણું આગળ આવીને કહ્યું, “ઘડાગાડી તૈયાર છે, સાહેબ.”
“ભલે, હું પોતે જ આને ઉપાડી લઈશ.” વર્ડલે કહ્યું. એ પ્રસ્તાવથી રાશેલને બમણુ જોરથી ફરી ફીટની તાણ આવવી
શરૂ થઈ