________________
૧૬૨
પિકવિક કલબ
જ્યારે ત્રણે મિત્રો કાચ-ગાડીમાં બેસીને બરી આવી પહોંચ્યા, ત્યારે “એન્જલ' હોટેલના દરવાજા આગળ જ સેમ તેમનો સત્કાર કરવા તૈયાર ઊભે હતો. બુઢ્ઢા મિત્ર વૉર્ડલ તથા મિ. ટ્રેન્ડલને ત્યાં જોઈ મિ. વિંકલ અને મિત્ર સ્નડગ્રાસને અચંબે થયા અને મિત્ર ટપમનને રાશેલ યાદ આવીને કંઈક મૂંઝવણ થઈ.
પણ મિ. ૉડલે મિ. ટપમનો હાથ પકડીને કહ્યું, “કંઈ શરમાવાની જરૂર નથી; મારી બહેનના હિતની દૃષ્ટિએ હું વિચારું તો તો તમે તેને પરણી જાઓ, એ હું ઇચ્છું; પણ તમારા હિતની દષ્ટિએ વિચારું, તો તમે તેને તે પરણે એમ હું ઈચ્છું. તમારા જેવા જુવાનિયાને રાશેલ કરતાં કોઈ વધુ જુવાન શિકાર હાથમાં આવો જોઈએ.” એમ કહી તેમણે મિટ૫મનના પડખામાં હળવો ગોદો માર્યો. બધા હસી પડ્યા.
પછી મિત્ર વોર્ડલે બધા મિત્રોને નાતાલના અરસામાં પોતાને ત્યાં આવી પહોંચવા તથા લગ્નમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું.
“મનની ?” મિ. સ્નોડગ્રાસ તદ્દન ફીકા પડી જઈ બેલી ઊઠયા.
હા, હા, પણ ગભરાશો નહિ; માત્ર ટ્રેન્ડલ અને બેલાનું લગ્ન થવાનું છે, બીજા કોઈનું નહિ” મિવોર્ડલે એમિલી પ્રત્યેની મિત્ર સ્તોડગ્રાસની આસક્તિ લક્ષમાં રાખી જવાબ આપ્યો. બધા ફરી હસી પડયા.
પછી મિત્ર વોર્ડલના ઘરનાં બધાંના સમાચાર પુછાઈ રહેતાં મિત્ર ટ૫મને મિ. વોર્ડલને “તેણીના સમાચાર પૂછયા.
“તેણી? તમે મારી કુંવારિકા બહેનની વાત પૂછો છો ?” મિત્ર વડલે વિશેષ માહિતી માગી.
મિ. ટમને માત્ર મેં બાજુએ ફેરવી લઈને જ હકારમાં જવાબ આપે.