________________
નવું પરાકમ
૧૯૧ ઊતરી છે. પણ હું જરા વહેમી સ્વભાવનો છું; એટલે એને કોઈ બીજું લફરું છે કે નહિ, એ વાતની મને બહુ ચિંતા રહે છે.”
“તમે વારેઘડીએ કમરાની બહાર જા-આવ કરે છે તેનું કારણ એ જ હશે ?”
“બરાબર સમજ્યા, પણ હું કંઈ તેની આગળ આજે જાહેર થઈ જઉં એવો મૂરખ નથી. જાહેર તો હું કાલે થવાનો મારાં સરસમાં સરસ નવાં ખરીદેલાં કપડાં પહેર્યા બાદ. મારી બેગ તથા બંડલેમાં એ જ વસ્તુઓ છે; અને તેથી જ હું એ બધું કાચમાં બરાબર આવ્યું છે કે નહિ તેની કાળજી રાખતો હતો. એમ જ કરવું જઈ એને, સાહેબ ? એમાંનું એક પણ ખૂટયું–ખરે અણીને વખતે ગુમ થયું – કે પછી આપણું આખું જીવન જ ડૂલ, ખરુંને?”
કહેવું પડે ! ”
આમ તે પૈસા ખર્ચે બધું મળે, પણ મેં જે રંગ અને ફેશન પસંદ કર્યા છે, તેની બીજી બેડ આખા લંડનમાં પણ ન મળે; એટલે ઈસવીચમાં તો પૈસા નાખી દેતાં પણ તે ન મળે, સમજ્યા ? અને એ કપડાંમાં સુસજજ થઈને જ મેં છેલ્લો હલે કરવા ધાર્યો છે, જેથી મારા બીજા હરીફ હોય તો પણ મેદાનમાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય, સમજ્યા ?”
“એમ વાત છે?”
હા, સાહેબ; તે બાનું બહુ જ સુંદર પ્રાણી છે; અને તેને મેળવવા માટે અર્ધી દુનિયા પડાપડી કરવા લાગી જાય, તો પણ હું નવાઈ ન પામું.”
વાહ, વાહ; તો તો ખરે જ એ બાનું બહુ સુંદર હોવાં જોઈએ.”
અહીંથી વીસેક માઈલ દૂર તે રહે છે. તે આજ રાતે અથવા કાલે બપોર સુધીમાં અહીં આવવાની છે, એમ ખબર પડવાથી જ હું અહીં ગુપચુપ બધી તૈયારીઓ સાથે દોડી આવ્યો છું. બીજાઓને ખબર પડે અને તેઓ તેની આગળ રજૂ થાય, તે પહેલાં જ હું તેને સર કરી