________________
૨૫ ફરી પાછા કાયદાની ચુંગલમાં
જી સવારે મિ. પિકવિક મિટ પિટર મૅનસને મળ્યા, ત્યારે તેમના બૅગ બંડલની બધી અનોખી ચીજે તેમણે તેમના શરીર ઉપર ધારણ કરી લીધી હતી, અને તે ભારે ઉશ્કેરાટમાં હતા.
મિ. પિકવિકને જોતાં જ ગુડ મોર્નિંગ' કરી મિ. પિટર મેગ્નસે તેમને તરત પૂછયું, “આ બધું કેવુંક લાગે છે, સાચું કહી દો જેઉં !”
એકદમ અસરકારક; કોઈ નાજુક હૃદય આ વસ્તુઓના હુમલા સામે ઝીક ઝીલી શકે એમ હું માનતો જ નથી.” મિ. પિકવિકે અત્યંત ભલમનસાઈથી તેને ઉત્સાહજનક જવાબ આપ્યો.
“મેં આજ સવારે તેને મારું કાર્ડ મોકલાવ્યું હતું, સાહેબ અને મને બરાબર અગિયાર વાગ્યે હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. હવે માત્ર પંદર મિનિટ ખૂટે છે; પણ એક અંગત વાત પૂછું, ખોટું ન લગાડશો- તમે કદી આવું કામ કરેલું છે ?”
કઈ સુંદરી આગળ લગ્નનો પ્રસ્તાવ સાથે રજૂ થવાનું ? ના, કદી નહિ.”
તો પછી, શરૂઆત કેવી રીતે કરવી, એ બાબતનો તમને પિતાને જરા પણ ખ્યાલ શાનો હોય ?”
અનુભવ ભલે ન હોય, તો પણ મારા એ બાબતમાં અમુક ખ્યાલ જરૂર બંધાયા છે. અલબત્ત, એ ખ્યાલેનો કદી પ્રયોગ કરી
૨૦૨