________________
ઍમ ટ્રૉટરનું દેવું ચૂક્વવા ધારે છે ૨૦૧ જશે ને મોડી રાત સુધી ખુલ્લામાં ઊભા રહીને સંધિવાનું દરદ વહારશે; પણ શું થાય ?” *
“પણ અત્યારે આ લીલા દરવાજાવાળા મકાનમાં તમે બંને બદમાશોએ શું ધાર્યું છે ?”
“ના, ના, ત્યાં તો મેં મારી જ ગોઠવણ કરી છે. મારા શેઠ તો બીજી જ ગોઠવણમાં છે. અને આ વખતે બહુ મોટી ચકલી તેમણે ફસાવી છે. અહીં આ લીલા દરવાજાવાળા મકાનમાં તો મેં મારો ઘાટ ઉતાર્યો છે–લેને તમને કહી જ દઉં ! એ મકાનની એક રસોઇયણ સાથે લગ્ન કરી સ્વતંત્ર ધંધેદારી બનવાનું મેં ગોઠવ્યું છે, જેથી મારા બદમાશ શેઠની નોકરી મારાથી છોડી દેવાય. મારે એ બધી વાત જ તમને કરવી છે.”
તો ઠીક, અત્યારે નહિ; આજે સાંજે “વહાઈટ હોર્સ હોટેલમાં તું આઠેક વાગ્યે આવજે. જે ન આવ્યો, તો પછી હું એ લીલા દરવાજાવાળા મકાનમાં જઈ તારું બધું પિગળ ઉઘાડું પાડી દઈશ, સમજ્યો ?”
જરૂર, જરૂર.” કહેવાની જરૂર નથી કે, સેમે પાછી જઈ મિ. પિકવિકને ખબર આપી દીધી કે, તેણે પેલા બદમાશોની ભાળ મેળવી છે.
મિ. પિકવિક તો તરત તેની સાથે પેલા લીલા દરવાજાવાળા મકાને દેડી જવા ઉતાવળા ભાગ્યા. પણ સેમે તેમને સમજાવીને કહ્યું, “બધું વખતે થશે, અત્યારે ઉતાવળ કરવાથી બધો ખેલ બગડી જાય. કારણ કે, એ બદમાશ નોકરના એથી વધુ બદમાશ શેઠની ભાળ મેળવવાની હજુ બાકી છે.”